1. Home
  2. ગુજરાતી
  3. 500 વર્ષ પછી પહેલીવાર રામલલા પોતાના અયોધ્યા મંદિરમાં દિવાળી ઉજવશેઃ PM મોદી
500 વર્ષ પછી પહેલીવાર રામલલા પોતાના અયોધ્યા મંદિરમાં દિવાળી ઉજવશેઃ PM મોદી

500 વર્ષ પછી પહેલીવાર રામલલા પોતાના અયોધ્યા મંદિરમાં દિવાળી ઉજવશેઃ PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી ઝળહળશે, જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન મંગળવારે એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે 500 વર્ષની લાંબી રાહ જોયા બાદ ભવ્ય અયોધ્યા મંદિરમાં ભગવાન રામ લલાની સ્થાપના થયા બાદ આ પહેલી દિવાળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે, ‘હું તમામ દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે માત્ર બે દિવસ પછી દિવાળી ઉજવીશું. આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ છે. તમે વિચારતા હશો કે આ વર્ષે શું થયું. 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અને  આ પહેલી દિવાળી હશે જે તેમની સાથે ભવ્ય મંદિરમાં ઉજવવામાં આવશે. આવી ખાસ અને ભવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ.

પીએમ મોદીએ રોજગાર મેળા અંતર્ગત 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. તેમજ નિમણૂક પત્ર મેળવનાર તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, ‘આજે આ તહેવારના વાતાવરણમાં, આ શુભ દિવસે રોજગાર મેળામાં 51,000 યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. હું તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તમને શુભેચ્છા પાઠવું છું. ભારત સરકાર દેશના લાખો યુવાનોને કાયમી સરકારી નોકરીઓ આપવાની પ્રક્રિયા ચાલુ રાખી રહી છે. ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોમાં પણ લાખો યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.

ખાદી કાપડનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારની સરખામણીમાં ખાદીના વેચાણમાં 400 ટકાનો વધારો થયો છે, જે એક પ્રભાવશાળી સિદ્ધિ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ખાદી ઉદ્યોગ વિકસી રહ્યો છે, જેનો ફાયદો કારીગરો, વણકર અને વેપારીઓને સમાન રીતે થઈ રહ્યો છે. આ વૃદ્ધિ માત્ર ખાદી ઉદ્યોગ માટે જ નહીં પરંતુ સમાજના વિવિધ વર્ગો માટે પણ ફાયદાકારક છે. તેનાથી રોજગારીની તકો વધે છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code