પ્રથમ વખત ચંદ્રયાન-2 એ ચાંદની સપાટી પર મોટી માત્રામાં સોડિયમ શોધી કાઢ્યું – ઈસરોની મોટી સફળતા
- ઈસરોએ આપી મોટી જાણકારી
- ચંદ્રયાન 2 એ ચાંદ પર સોડિયમ શોધી કાઢ્યું
દિલ્હીઃ- ઈસરો દ્રારા અનેક સફળ મિશન પાર પાડવામાં આવ્યા છે. ત્યારે અવકાશ સંશોધનમાં ઈસરો વિશ્વની તમામ એવકાશ સંસ્થાઓને પછાલી દીધા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના ચંદ્રયાન-2ને અવકાશ સંશોધનમાં મોટી સફળતા મળી છે.
જે હેઠળ ચંદ્રયાન-2 એ પ્રથમ વખત ચંદ્રની સપાટી પર મોટી માત્રામાં સોડિયમ શોધી કાઢ્યું છે. આ સફળતાથી ચંદ્ર પર સોડિયમનું પ્રમાણ શોધવાની આશા પણ વધી છે.ચંદ્રયાન-1 એક્સ-રે ફ્લોરોસેન્સ સ્પેક્ટ્રોમીટર એ એક્સ-રેમાં તેની લાક્ષણિક રેખામાંથી સોડિયમ શોધી કાઢ્યું છે, જે હવે ચંદ્ર પર કેટલું સોડિયમ છે તે શોધવા માટેની મેપિંગની શક્યતાઓ વધારી છે.જે આપણા સૌરમંડળ વિશે વધુ માહિતી પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે જે સપાટી પર સોડિયમ જોવા મળે છે તેને એક્સોસ્ફિયર કહેવામાં આવે છે. આ પ્રદેશ ચંદ્રની સપાટીથી શરૂ થાય છે અને હજારો કિલોમીટર સુધી વિસ્તરે છે. આવી સ્થિતિમાં, નવા તારણોના આધારે તેનો અભ્યાસ કરી શકાય છે, જે ચંદ્રની સપાટી અને આપણા સૌરમંડળ પર બીજું શું છે તે જાણવામાં મદદ કરશે.
આ મામલે ચંદ્રયાન એ નિવેદન જારી કર્યું
નેશનલ સ્પેસ એજન્સી ISROએ વિતેલા દિવસને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સ’માં પ્રકાશિત થયેલા એક લેખમાં ચંદ્રયાન-2એ સૌપ્રથમ ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને ચંદ્ર પર સોડિયમની હાજરી શોધી કાઢી હતી. બેંગલુરુમાં ઈસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનેલ ‘ક્લાસ’ એ તેની ઉચ્ચ સંવેદનશીલતા અને કામગીરીમાં સોડિયમ લાઇનના સ્પષ્ટ પુરાવા રજૂ કર્યા છે, અભ્યાસ સૂચવે છે કે મળેલા સંકેતો સૂચવે છે કે સોડિયમ અણુઓના પાતળા સ્તરોમાંથી ઉદ્ભવ્યું હોઈ શકે છે, જે ચંદ્રના કણો સાથે નબળા રીતે બંધાયેલા છે.