Site icon Revoi.in

પ્રથમ વખત દેશની બહાર તાન્ઝાનિયામાં ખુલશે IIT કેમ્પર્સ , બન્ને દેશ વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરાયા

Social Share

 

દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર તાન્ઝાનિયાની  મુલાકાતે પહોંચ્યા છે,બન્ને દેશ વચ્ચે અનેક સમજૂતિ થઈ છે ત્યારે હવે પ્રથમ વખત ભારતની બહાર આઈઆઈટી કેમ્પ્રસ બનવા જઈ રહ્યું છે જે તાન્ઝાનિયામાં બનશે આ માટે ભારત અને તાન્ઝાનિયા વચ્ચે કરાર થઈ ચૂક્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશ મંત્રાલય (MEA) એ જાહેરાત કરી છે કે તાન્ઝાનિયાનું ઝાંઝીબાર ભારતની બહાર પ્રથમવાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કેમ્પસનું ઘર હશે. વિતેલા દિવસને બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને ઝાંઝીબારના રાષ્ટ્રપતિ હુસૈન અલી મ્વિનીની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે  જયશંકર તાન્ઝાનિયાની ચાર દિવસની મુલાકાતે છે.

વિદેશમંત્રાલયના જણઆવ્યા અનુસાર, પૂર્વ આફ્રિકન કિનારે અને તાન્ઝાનિયાના ભાગ પર સ્થિત દ્વીપસમૂહ ઝાંઝીબારમાં IIT મદ્રાસના કેમ્પસની સ્થાપના કરવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે હવે ભારતની બહાર સ્થાપવામાં આવનાર પ્રથમ IIT કેમ્પસ ઝાંઝીબારમાં હશે, ભારતના શિક્ષણ મંત્રાલય, IIT મદ્રાસ અને ઝાંઝીબારના શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.