Site icon Revoi.in

 15 વર્ષમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ કરશે ટ્રેનનો સફર- રામનાથ કોવિંદ શુક્રવારે ટ્રેનમાં દિલ્હીથી કાનપુર રવાના થશે

Social Share

 

દિલ્હીઃ-ભારતના  રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ શુક્રવારે કાનપુરની મુલાકાતે જઈ રહ્યા  છે. 15 વર્ષમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે જ્યારે દેશના રાષ્ટ્રપતિ ટ્રેનની મુસાફરી કરશે. રાષ્ટ્રપતિ જૂના મિત્રો અને સબંધીઓને મળવા યુપી આવનાર છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દિલ્હીથી ટ્રેનની મુસાફરી કરીને કાનપુર પહોંચશે. આ ટ્રેનમાં તેમના માટે એક ખાસ સલૂન હશે, જે તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે.

રાષ્ટ્રપતિ કોવિંદ તેમની શાળાના દિવસો અને કાનપુરમાં સમાજ સેવાના શરૂઆતના દિવસોમાં જે તેમના જૂના પરિચિતોન છે તેમને મળશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બુધવારે કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ કોવિંદની તેમના જન્મસ્થળની આ પહેલી મુલાકાત હશે. તે અગાઉ પણ મુસાફરી કરવા માંગતા હતા, પરંતુ તે કોરોના વાયરસના કારણે  શક્ય બની નહીં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશન પર એક વિશેષ ટ્રેન દ્વારા કાનપુર જવા રવાના થશે. આ ટ્રેન કાનપુર દેહાતમાં ઝીંઝક અને રૂરા પર રોકાશે. અહીં રાષ્ટ્રપતિ શાળાના દિવસો અને સામાજિક સેવાના પ્રારંભિક દિવસોથી તેમના સાથે જોડાયેલા તેમના જૂના પરિચિતોને મળશે.આ બંને સ્થળો કાનપુર દેહાત રાષ્ટ્રપતિ કોવિંદના જન્મસ્થળ પરૌંખ ગામની નજીક આવેલા છે. 27 જૂને અહીં તેમના સન્માનમાં બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે,આ પહેલા વર્ષ 2006માં ત્તકાલિન રાષ્ટ્રપતિ એપીજે બ્દુલ કલામે ટ્રેનની યાત્રા કરી હતી,તે ભારતીય સૈન્ય એકેડેમી ના કેડેટ્સની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા માટે ખાસ ટ્રેન દ્વારા દિલ્હીથી દહેરાદૂન માટે ટ્રેનમાં રવાના થયા હતા.