અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત મુસ્લિમ બિરાદરોએ ટાઈમ્સ સ્કેવર પર એકઠા થીને સમૂહમાં નમાઝ અદા કરી
- અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું
- મુસ્લિમ બિરાદરોએ ચાઈમ્સ સ્કેવર પર નમાઝ પઢી
- વિશ્વભરમાં છેડાયો આ મુદ્દો
દિલ્હીઃ- વિશ્વભર નાં દેશોમાં રમજાન મુબારક મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, દરેક મુસ્લિમ બિરાદરો અલ્હાની ઈબાદતમાં જોડાયા છે અને રોજા રાખીને નેકીના કાર્યો કરી રહ્યા છે. ત્યારે અમેરિકામાં પણ મુસ્લિમ બિરાદરોના રોજા શરુ થી ગયા છે સાથે સાથે તરાવિહની નમાઝ પમ પઢાઈ રહી છે આવી સ્થિતિમાં અમેરિકાના ઈતિહાસમાં એવું બન્યું છે કે જે વિશ્વભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ન્યૂયોર્કના વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેરમાં રમજાનની નમાજ અદા કરી હતી. હવે આ અંગે ચર્ચા શરૂ થઈ છે. પવિત્ર રમઝાન માસની શરૂઆત નિમિત્તે હજારો મુસ્લિમો શનિવારે એકઠા થયા હતા અને તરાવીહની નમાજ અદા કરી હતી. સોશિયલ મીડિયા પર સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે શું આ રીતે સામાન્ય લોકોની મુશ્કેલી વધારીને રસ્તા પર નમાઝ પઢવી યોગ્ય છે?
મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે મુસ્લિમોએ ટાઈમ્સ સ્ક્વેર જેવી લોકપ્રિય જગ્યા પર નમાજ અદા કરી હોય. ટાઈમ્સ સ્ક્વેર એ ન્યૂયોર્ક સિટીનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે. અહીં દેળશવિદેશથખી ઘણા પ્રનાસીઓ આવતા હોય છે.આવી સ્થિતિમાં મસ્જિદને બદલે આ કોમર્શિયલ એરિયામાં નમાઝ પઢવા પર સવાલો ઉઠી રહ્યા છે.વિશઅવભરમાંથી સોશિયલ મીડિયા પર લોકો આ બાબતે સવાલો પૂછી રહ્યા છે.
આયોજકોનું આ બાબતે કહે છે કે યુ.એસ.માં રહેતા મુસ્લિમો ઇચ્છતા હતા કે રમઝાન આ પ્રખ્યાત ન્યુ યોર્ક સિટી સ્થાન પર ઉજવવામાં આવે અને અન્ય લોકોને જણાવે કે ઇસ્લામ શાંતિપૂર્ણ ધર્મ છે. આયોજકોએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ઇસ્લામ વિશે ઘણી ખોટી માન્યતાઓ છે. અમે તે બધા લોકોને અમારા ધર્મ વિશે જણાવવા માંગતા હતા જેઓ તેના વિશે જાણતા નથી.
એક આયોજકે કહ્યું, ‘ઈસ્લામ શાંતિનો ધર્મ છે. આ હોવા છતાં, ઇસ્લામને લઈને સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ ફેલાયેલી છે. ખોટી વિચારસરણીવાળા લોકો દરેક સંસ્કૃતિ, ધર્મમાં જોવા મળશે અને આ મુઠ્ઠીભર લોકો મોટા ભાગના લોકોનું પ્રતિનિધિત્વ કરતા નથી.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં શુક્રવારે ચાંદ દેખાયો હતો અહી શનિવારના રોજડ પ્રથમ રોઝો શરુ થયો હતો ત્યારે મુસ્લિમ બિરાદરોએ શાંતિ માટે અને ઘર્મ પ્રય્તેની ખથોટી માન્યતાઓને દૂર કરવા માટે અહીં નામાઝ અદા કરી હોવાનું જણાવ્યું છે.