- મક્કામાં તૂટ્યો રેકોર્ડ
- હજયાત્રા દરમિયાન મહિલા ગારને તાનાત કરાઈ
- અત્યાર સુધી આવું પહેલા ક્યારેય થયું નથી
- અત્યાર સુધી મહિલાઓને આવી સેવાથી દૂર રખાઈ હતી
દિલ્હીઃ સાઉદી અરેબિયા કે જ્યા મુસ્લિમ ઘર્મનું પવિત્ર તીર્થ સ્થાન મક્કા-મદિના આવેલું છે, મક્કામં દર વર્ષે બકરીઈદના મહિનામાં લાખોની સંખ્યામાં યાજયાત્રીઓ હજ કરવા માટે આવતા હોય છે,જો કે સાઉદીની રિતી રિવાજ મુજબ અહીની સુરક્ષામાં જે કોઈ લોકો તૈનાત કરવામાં આવે થે તે દપેર પુરુષ હોય છે, મહિલાઓને મોટે ભાગે આ પ્રકારના કાર્યો સાથએ જોડવામાં આવતી નથી,આ વાત વિશ્વમાં સૌ કોઈ જાણે છે, જો કે સાઉદીના મક્ક્માં ચાલી આવતી આ પ્રથા બદલતી જોવા મળી છે.
હવે પ્રથમ વખત એવું બન્યું છે કે, જ્યારે મક્કામાં હજયાત્રીઓની સુરક્ષા માચે કોઈ મહિલા ગાર્ડને તૈનાત કરવામાં આવી હોય, આ પ્રથમ મહિલાનું નામ મૌના છે,પિતાના કાર્યથી પ્રભાવિત થઈને તેણ મિલેટ્રીમાં જોડાવવાનું સપનું જોયું હતું ત્યાર બાદ તે ઈસ્લામના પવિત્ર ધાર્મિક સ્થળ પર તૈનાત સાઉદી વુમન સોલ્જર્સનો ભાગ બની.
એપ્રિલથી મક્કા અને મદીનાની યાત્રાળુઓની સુરક્ષા માટે ડઝનેક મહિલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જેને ઇસ્લામનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. લશ્કરી પોશાકમાં પોસ્ટ કરાયેલ, મોના મક્કામાં તેની શિફ્ટમાં કામ કરે છે અને અહીંની ગ્રાન્ડ મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા અને અહીં આવતા હજ યાત્રિકોની સુવિધાઓનું ધ્યાન રાખે છે.
આ સમગ્ર બાબતે મોનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘હું મારા સ્વર્ગસ્થ પિતાની પાછળ ચાલું છું, જેથી હું તેની યાત્રા પૂર્ણ કરી શકું. તેથી જ હું મક્કાની આ પ્રખ્યાત મસ્જિદમાં આજે ઊભી છું. અહીં આવતા ભક્તોની સેવા કરવી એ ખૂબ જ માનનીય અને જવાબદાર કામ છે.આ કાર્યમાં તેને તેના પરિવારનો ઘણો સપોર્ટ મળ્યો. જે પછી તે સૈનિક છે. મોના માને છે કે ધર્મની સેવા કરવી, દેશની સેવા કરવી અને અલ્લાહના મહેમાનોની સેવા કરવી તે તેમના માટે સૌથી ગૌરવની વાત છે સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં ઘણાં સામાજિક અને આર્થિક સુધારા પર ભાર મૂક્યો છે.
આ સુધારા પ્રક્રિયાઓને વિઝન 2030 નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત સાઉદીના રાજકુમારે પણ મહિલાઓ પરના ઘણા નિયંત્રણો દૂર કર્યા છે. હવે પુખ્ત વયની મહિલાઓને તેમના પરિવારની પરવાનગી વિના ગમે ત્યાં આવન જાવન કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય કૌટુંબિક પ્રશ્નોમાં મહિલાઓને નિયંત્રણનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.