Site icon Revoi.in

8 ઓગસ્ટે આરંભ થતા ‘બિગબોસ’ શો માં પ્રથમ વખત દર્શકોને 24*7 લાઈવ ડ્રામા જોવા મળશે, ફાઈનલી આ શો હોસ્ટ કરશે કરણ જોહર

Social Share

 

મુંબઈઃ ફાઈનલી બિગબોસના દર્શકોનો અંત આવ્યો છે, 8 ઓગસ્ટના રોજથી આ શો રિલીઝ કરવામાં આવશે, ટીવી જગતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે. બિગ બોસ ઓટીટીના પ્રારંભ સાથે એક મોટા સમાચાર વહેતા થયા હતા કે આ વખતે  શો ને હોસ્ટ સૌથી મોટા ડિરેક્ટર, નિર્માતા કરણ જોહર કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે આ બાબતે ખુલાસો થઈ ચૂક્યો છે, ખરેખર બિગબોસ શો ને અભિનેતા કરણ જોહર જ હોસ્ટ કરનાર છે.

https://www.instagram.com/karanjohar/?utm_source=ig_embed&ig_rid=e44ec8b9-d93c-4f55-8432-843e0322c06a

બિગ બોસ ઓટીટી પર આ વખતે સલમાન ખાનની જગ્યાએ કરણ જોહરને હોસ્ટ તરીકે રાખવામાં આવ્યe છે. આ શો છ અઠવાડિયા સુધી વૂટ પર પ્રસારિત કરવામાં આવશે, જેમાં કરણ જોહર નાટક અને મેલોડ્રામાનું એન્કરિંગ કરશે. બિગ બોસ ઓટીટી 8 ઓગસ્ટ 2021 ના ​​રોજ જબરદસ્ત ઇન્ટરેક્ટિવિટી સાથે દર્શકોના ઘરમાં એન્ટ્રી કરશે,ઉલ્લેખનીય છે કે ચાહકો આતુરતાથી નવી સિઝનની રાહ જોઈ રહ્યા છે.

દર્શકોને પ્રથમ વખત બિગ બોસના ઘરેથી તમામ મોટા નાટક અને એક્શન લાઇવ 24 * 7 જોવાની તક મળશે. આ સિવાય બિગબોસના ચાહકોને વૂટ (voot) પર 1 કલાકનો એપિસોડ પણ આપવામાં આવશે. દર્શકોને એક્સક્લ્યૂઝિવ કટ્સ , રાઉન્ડ ધ ક્લોક કન્ટેન્ટ ડ્રોપ્સ અને સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ સંસ્કરણ પણ જોવાની તક મળશે. ડિજિટલ એક્સક્લૂઝિવ સમાપ્ત થયા બાદઆ  શો બિગ બોસની સીઝન 15 ની રજૂઆત સાથે કલર્સ ચેનલ પર અવિરત પણે આગળ વધારવામાં આવશે.