Site icon Revoi.in

દેશમાં પ્રથમ વખત દેશની રાજધાનીમાં બનશે ‘શહરી વન્યજીવ કોરિડોરઃ’- આ પહેલથી વન્ય જીવોના માર્ગ અકસ્માત અટકાવી શકાશે

Social Share

 

દિલ્હીઃ- દેશમાં પ્રાણીઓની સુરક્ષાને લઈને ઘણા કાર્યો થઈ રહ્યા છે, ત્યારે હવે દેશની રાજધાની દિલ્હી અને હરિયાણા સરકારના વન વિભાગની સહયારી મદદથી, દિલ્હી-એનસીઆરમાં પ્રથમ વન્યપ્રાણી કોરિડોરનું નિર્માણ થશે. આ માટે બંને વિભાગના અધિકારીઓ અસોલા ભાટી અભયારણ્ય નજીક વ્યસ્ત માર્ગ પર કોરિડોર બનાવવાનું કામ કરી રહ્યા છે. આ માર્ગ પર પસરા થતા દિપડાઓ અને અન્ય વન્યપ્રાણીઓનાં માર્ગ અકસ્માતથી થતા મૃત્યુને ઘટાડવામાં મોટી મદદ મળી રહેશે.

આ યોજના સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક પ્રકતારે એવો પ્રથમ કોરિડોર હશે જે વન્યપ્રાણીસૃષ્ટિના સંરક્ષણ માટે બનાવવામાં આવશે. અસોલા ભાટી અભયારણ્યમાં અરાવલી પહાડી સાથે જોડાયેલા દિક્ષિણી દિલ્હીના રિઝ વિસ્તારોને 32.71 વર્ગ કીમી અને ફરિદાબાદ અને ગુરુગ્રામના ઉત્તરીય ભાગને કવર કરે છે, વિભાગ દ્રારા બનાવવામાં આવતો કોરિડોર ઉત્તર અરાવલી વિસ્તારનો ભાગ હશે જે રાજસ્થાનના સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાનથી જોડાયેલ હશે.

વન વિભાગના દક્ષિણી વિભાગના નાયબ સંરક્ષકે આપોલી માહિતી પ્રમાણે વન વિભાગ અસોલા ભાટી સદીમાં દીપડાઓનો સમૃદ્ધ રહેઠાણ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. સેન્ચ્યુરી નજીક કોરિડોર વિકસાવવા વિભાગ પણ દિલ્હી મેટ્રોના નિષ્ણાતોની મદદ માંગી રહ્યા છે. ફરીદાબાદના વિભાગીય વન અધિકારીએ આપેલી માહિતી અનુસાર સોમવારે ફરીદાબાદના પાલી રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં બે વર્ષની માદા દીપડાનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિસ્તાર આસપાસ વન્ય પ્રાણીઓ મોટા પ્રમાણમાં જોવા મળએ છે જેને લઈને કેટલીક વથક માર્ગ અકસ્માતમાં પ્રાણીઓ મૃત્યુ પામે છે, ત્યારે આ કોરિડોરનો હેતું આ પ્રકારે થતા વન્ય પ્રાણીઓના મોતને અટકાવવાનો છે, વ્નય પ્રાણીઓ માટે બનતો દિલ્હીનો આ કોરિડોર દેશની પ્રથમ પહેલ છે જે દેશમાં પહેલી વકત બનાવવામાંમ આવી રહ્યો છે.