- કેન્દ્રનું બજેટ હવે મોબાઈલમાં જોવા મળએશે
- આ માટેની ખાસ એપ્લિકેશન લોન્ચકરવામાં આવી
સમગ્ર દેશનું બજેટ દર વર્શની 1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી દ્રારા રજુ કરવામાં આવતચું હોય છે, ત્યારે હવે આ બજેટને પણ ટિજિટલ પ્લેટફોમ પર લાવવમાં આવી રહ્યું છે, દેશમાં હવે પહેલી વખત કેન્દ્રીય બજેટને ડીજીટલ-પેપરલેસ- કરવાની જાહેરાત કરવામાં આવી હતી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટની તમામ પ્રકારની નાનામાં નાની અને મોટામાં મોટી માહિતી માટે હવે એક ખાસ એપ્લીકેશન લોન્ચ કરી છે.
આ લોન્ચ કરવામાં આવેલી ખાસ એપ્લિકેશનમાં હવેર બજેટની તમામ માહિતીઓ ઉપલબ્ધ કરાશે,હવે બજેટ-મોબાઈલ એપથી પેપરલેસ બજેટની દિશામાં એક સૌથી મહત્વનું પગલું ભરશે. આથી વિશેષ વાત એ છે કે દેશનો કોઈપણ નારગિક આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ બજેટને લાઈવ તેના મોબાઈલ પર પણ જોઈ શકશે તથા બજેટ બાદ પણ તેને બજેટ સંબંધી અપડેટ આ એપ્લિકેશન પર મળી શકશે.
ફેબ્રુઆરીની 1લી તારીખે રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં સાંસદો માટે જેમ તેમના ઈ-ગેસ પર બજેટ અપડેટ થશે તેજ રીતે હવે દેશની સામાન્ય જનતા પણ તેમના મોબાઈલ ફોનમાં આ એપ પર પણ બજેટની માહિતી મેળવી શકેશે તથા નિર્મલા સીતારામનના અનેક બયાનો પણ સાંભળવા મળશે.
આ બેજટ માટે લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશન બે ભાષાઓમાં છે, હિન્દી અને ઈંગ્લીશ બન્ને ભાષામાં જોવા મળે છે તથા તે એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને સીસ્ટમ માટે ઉપલબ્ધ કરાવાઈ છે. ઉપરાંત તેમાં 14 બજેટ ડોકયુમેન્ટસ પણ છે જે સમગ્ર કેન્દ્રીય બજેટની આંકડાકીય માહિતીદેશના નાગરિકો સુધી પુરી પાડશે.
સાહિન-