Site icon Revoi.in

દેશની વાયુસેનામાં પ્રથમ વખત મહિલા સંભાળશે ચિનૂક હેલિકોપ્ટરની કમાન

Social Share

દિલ્હીઃ- હવે મહિલાઓ પણ પુરુષસમોવડી બની છે,દેશની ત્રણેય સેનાઓમાંપમ મહિલાઓને સ્થાન આપવામાં આવે છે ત્યારે જમીનથી લઈને આશામાન સુધીના સફળરમાં મહિલાઓનો પણ ફાળો રહ્યો છે,નૌસેના હોય કે પછી આર્મી હોય મહિલાઓનો દબદબો જોવા મળે છે ત્યારે ભારતીય વાયુસેનાનું જાણીતુ હેલિકોપ્ટર ચતિનૂક ની કમાન હવે મહિલા સંભાળવા જઈ રહી છે જે દેશમાં પ્રથમ વખત બની રહ્યું છે.

ભારતીય વાયુસેનાના જબાંજ અને એક્યુરેટ ચિનૂક હેલિકોપ્ટરને હવે પહેલી વાર  બે મહિલા પાઇલોટ ઉડાવતી જોઈ શકાશે. આ પ્રથમ વખત છે જ્યારે વાયુસેનાએ તેના ફ્રન્ટલાઈન ચિનૂક હેલિકોપ્ટર યુનિટને બે મહિલા ફાઈટર પાઈલટને સોંપી છે. આ બંને ચિનૂક એકમો વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સૈનિકોને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.કે સ્ક્વોડ્રન લીડર પારુલ ભારદ્વાજ અને સ્વાતિ રાઠોડ રશિયન બનાવટનું Mi-17V5 હેલિકોપ્ટર ઉડાવા માટે તૈયાર છે. હવે તેને આસામમાં ચંદીગઢ અને મોહનબારી ખાતેના CH-47F ચિનૂક યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

અમેરિકા મારફત આયાત કરાયેલ ચિનૂક હેલિકોપ્ટર ઘણી ભૂમિકા ધરાવે છે. આ અદ્યતન હેલિકોપ્ટર છે જેને વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે અને તેની કિંમત લગભગ 650 કરોડ રૂપિયા થવાની ધારણા છે. એરફોર્સ હાલમાં 15 ચિનૂક્સ ચલાવે છે. તેને 2019-20માં કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટની ખાયિત એ છે કે તે બોર્ડર એરિયામાં લાઇટ હોવિત્ઝરનું પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે.