Site icon Revoi.in

અમેરિકાના ઈતિહાસમાં બન્યુ પ્રથમ વખત -ન્યુયોર્કમાં દિવાળીના તહેવારમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ

Social Share

દિલ્હીઃ દેશભરમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છએ બાળકોને પણ શાળાઓમાં દિવાળઈ વેકેશન પડી ગયું છે માર્કેટમાં ખરીદીની ઘૂમ જોવા મળી રહી છે ત્યારે ભારજની જેમે જ વિદેશમાં વસતા લોકો પણ ત્યા રહીને દિવાળઈની ઉજવણીમાં જોતરાયા છે,ખાસ કરીને જો વાત કરીએ વિશ્વની મહાસત્તા અમેરિકાની તો હવે અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત ન્યુયોર્કમાં દિવાળી રજાઓ શાળામાં આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ભારતીય સમુદાય 20 વર્ષથી વધુ સમયથી દિવાળીની રજાની માંગ કરી રહ્યો હતો ત્યારે હવે તેમના નિર્ણયને માન આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે, ન્યૂયોર્ક સિટીના મેયર, એરિક એડમ્સની ઓફિસે અમેરિકન શહેરની શાળાઓમાં દિવાળી વેકેશન શરૂ કરવાના નિર્ણયને કારણે આ વર્ષની દિવાળીને એક ખાસ અવસર ગણાવ્યો છે.હવે આ પગલાથી ભારતીય-અમેરિકન સમુદાયને નવી ઓળખ મળી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  થોડા મહિના અગાઉ જ અમેરિકા દ્રારા આ નિર્ણય પર મહોર લાગી હતી કે શાળામાં દિવાળઈ વેકેશન અપાશે ત્યારે હવે આ નિર્ણય ખરેખરમાં અસ્તિત્વમાં આવ્યો છે ન્યુયોર્ક શહેરમાં શાળાઓમાં દિવાળીની રજા આપવામાં આવી છે.

અટલે કે હવે આ આ વર્ષથી ન્યૂયોર્કમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે, ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સની ઓફિસે અમેરિકન શહેરની શાળાઓમાં દિવાળી વેકેશન શરૂ કરવાના નિર્ણયને કારણે આ વર્ષની દિવાળીને એક ખાસ અવસર ગણાવ્યો છે. ભારતીય સમુદાય 20 વર્ષથી વધુ સમયથી દિવાળીની રજાની માંગ કરી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વસતા ભારતીયો સતત આ મામલે માગણી કરતા હતા વર્ષોની હિમાયત પછી, ન્યુ યોર્ક સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત, મેયર એરિક એડમ્સે શહેરની શાળાઓમાં દિવાળીની જાહેર રજા જાહેર કરી છે.” આ અગાઉ જૂનમાં ન્યુયોર્ક સિટી મેયર ઓફિસે શહેરના અધિકારક્ષેત્ર હેઠળની શાળાઓમાં દિવાળીની એક દિવસની રજા જાહેર કરી હતી.