Site icon Revoi.in

આ રાજ્યમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડરની પોલીસમાં કરાશે ભરતી

Social Share

દિલ્હીઃ- ભાર દેશ સર્વસમાનતા વાળો દેશ છે અહી સૌ કોઈને સરખો જ ન્યાય આપવામાં આવે છે ત્યારે હવે કર્ણાટકમાં, સરકારે રાજ્ય પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અનામતની જાહેરાત કરી છે. વિતેલા દિસના રોજ મંગળવારે કર્ણાટકના ડીજીપીએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગની તમામ ભરતીમાં ટ્રાન્સજેન્ડર્સને એક ટકા અનામત આપવામાં આવશે.

આ પ્રથમ વખત ભરતી અંગે તેમણે કહ્યું કે અમારો આ ખાસ પ્રયત્ન તેમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ કરશે અને અમને પૂર્વગ્રહોથી પણ દૂર રાખશે.કર્ણાટક સરકારે પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે એક ટકા બેઠકો હવે અનામત રાખી છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ટ્રાન્સજેન્ડરો દેશમાં કોઈપણ રાજ્યની પોલીસ ભરતી માટે અરજી કરી શકશે. પોલીસ વિભાગે પણ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદે મંગળવારે  મીડિયા એજન્સીને જણાવ્યું હતચું કે, “અમે પોલીસ વિભાગની તમામ ભરતીઓમાં ટ્રાન્સજેન્ડર્સને 1 ટકા અનામત આપવાનું પગલુ ભર્યું છે. અમને લાગે છે કે તે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ કરશે અને આપણા બધા વચ્ચે રહેલા પૂર્વગ્રહોને પણ દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગોમાં ટ્રાન્સજેન્ડરો માટે એક ટકા આરક્ષણની જાહેરાત કરતા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસ માટે સ્પેશિયલ રિઝર્વ સબ-ઇન્સ્પેક્ટરની ચાર જગ્યાઓ અને સ્પેશિયલ રિઝર્વ સબ-ઇન્સ્પેક્ટરની રેન્કની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનમાં એક પોસ્ટ ટ્રાન્સજેન્ડરો માટે આરક્ષિત રહેશે.

આ સાથે જ  કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ)નિયમો 2020 અનુસાર, ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર મેળવવું પડશે. પ્રમાણપત્ર ફરજિયાત છે.