સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ વખત કાનપુરમાં બે વર્ષના બાળકો પર કોરોનાની વેક્સિનનું પરીક્ષણ
- આખા વિશ્વમાં ભારતમાં થશે 2 વર્ષના બાળકો પર વેક્સિન પરિક્ષણ
- કાનપિરમાં 2 વર્ષના બાળકો પર ટ્રાયલ કરાશે
- ભારત બાયોટેકની કોવેક્સિનનું 2 થી 6 વર્ષના બાળકો પર પરિક્ષણ ષરુ
દિલ્હીઃ-સમગ્ર દેશમાં ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે, જે બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે તેવી આગાહી વચ્ચે કોરોના સામે રક્ષણ આપવા માટે કાનપુરમાં બે થી છ વર્ષની વયના બાળકો પર વિશ્વનુંપ્રમ પરિક્ષણ યોજાશે
ઉલ્લેખનીય છે કે આ વર્ષની ઉમંરના બાળકો પર હજી સુધી કોઈ પણ જગ્યાએ પરિક્ષણ હાથ ધારયું નથી, ભારત બાયોટેકની સ્વદેશી કોરોનાની વેક્સિન કોવેક્સિન દ્વારા બાળકો પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. હમણાં, 6 થી 12 વર્ષ અને 12 થી 18 વર્ષ જૂથોનાં બાળકોને રસી આપવામાં આવી છે. એવી અપેક્ષા છે કે કોવેક્સિન અનુનાસિક સ્પ્રે પણ આવતા મહિને ઉપલબ્ધ કરાવામાં આવશે.
બાળકોમાં કોવેક્સિનનું પરિક્ષણ મંગળવારથી આર્યનગરની પ્રખર હોસ્પિટલમાં શરૂ થઈ ચૂક્યુ છે. બાળકોને બે વર્ષથી છ વર્ષ, છ વર્ષથી 12 વર્ષ અને 12 વર્ષથી 18 વર્ષના ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ દિવસે, 12 થી 18 વર્ષની વયના 40 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું .જેમાં 20 બાળકો તંદુરસ્ત મળ્યાં હતાં જેઓને રસી આપવામાં આવી હતી.
ત્યાર પછી બુધવારના રોજ 6 થી 12 વર્ષની વયના 10 બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. તેમાંથી પાંચને રસી આપવામાં આવી હતી. બાળકોને રસીકરણ પછી 45 મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન બધા બાળકો સ્વસ્થ જોવા મળ્યા.
ટ્રાયલના મુખ્ય તપાસનીશ વરિષ્ઠ બાળ ચિકિત્સક અને ભૂતપૂર્વ ડીજીએમઈ પ્રોફેસર વી.એન. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે બે વર્ષના બાળકો પર કોરોના રસીની દુનિયાની આ પહેલું પરિક્ષણ છે. આ પહેલા નાના બાળકો પર આવું ક્યારેય કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે હવે પછી બેથી છ વર્ષ જૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવશે.