પાકિસ્તાને પ્રથમવાર ઘુસણખોરી કરતા ઝડપાયેલા આતંકવાદીનો મૃતદેહ સ્વિકાર્યો
નવી દિલ્હીઃ ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન માને છે. જો કે પાકિસ્તાન સતત આ વાતને નકારી રહ્યો છે. આ દરમિયાન તેણે પહેલીવાર એક આતંકવાદીને પોતાનો હોવાનું સ્વિકાર્યાનું જાણવા મળે છે. તેમજ તેની લાશ પણ સ્વીકારી હતી. આ આતંકીએ લાઇન ઓફ કંટ્રોલ (LoC) દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય જવાનોએ તેને પકડી લીધો હતો. સેનાની કસ્ટડીમાં તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી. જે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે પૂરતા હતા.
બે દાયકાથી વધુ સમયમાં પહેલીવાર પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના પ્રશિક્ષિત આતંકવાદીનો મૃતદેહ સ્વીકાર્યો હતો. તેણે 21 ઓગસ્ટના રોજ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી દ્વારા ઘૂસણખોરી કરી હતી, જ્યાં તેને પકડવામાં આવ્યો હતો. ઘુસણખોરી કરતા અટકાવવા માટે ભારતીય જવાનોએ કરેલા ગોળીબારમાં તેને ઈજા થઈ હતી. જો કે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સબજાકોટના રહેવાસી તબારક હુસૈન (32)નો મૃતદેહ ભારતીય સેના દ્વારા પોલીસ અને સિવિલની હાજરીમાં પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા ખાતે ચકન દા બાગ ક્રોસિંગ પોઇન્ટ પર પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓ રાજૌરીની એક સૈન્ય હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટથી તેનું અવસાન થયું.
હુસૈન ભારતીય સૈનિકોએ કરેલા ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને રાજૌરીની મિલિટરી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. આટલું જ નહીં ભારતીય જવાનોએ માનવતા દાખવીને તેનો જીવ બચાવવા માટે ત્રણ યુનિટ રક્તદાન કર્યું હતું.