લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં પ્રથમ વખત સાંજના શાળાઓ ખુલવા જઈ રહી છે , 23 ઓગસ્ટની સાંજે તમામ શાળાઓ ખોલવાનો મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ આદેશ આપ્યો છે અને તેનું કારણ છે ચંદ્રયાન 3 આ મિષનને શાળાઓમાં વિદ્યાર્થીઓને લાઈવ બતાવવાનો નિર્ણય લેવાયો છે જેને કારણે સાંજના સમયે પણ રાજ્યની શાળાઓ ખોલવામાં આવશે,
પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના ઈતિહાસમાં પ્રથમ બની રહી છે કે જ્યારે સાંજના સમયે શાળાઓ ખુલી રખાશે વખત . યોગી સરકારે આ માટે આદેશ જારી કર્યો છે. આદેશમાં 23 ઓગસ્ટની મોડી સાંજે તમામ સરકારી શાળાઓ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ રાજ્યની તમામ સરકારી શાળાઓને મોકલી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે યોગી સરકારે ચંદ્રયાન 3 મિશનનું લાઈવ ટેલિકાસ્ટ બાળકોને બતાવવા માટે આ નિર્ણય લીધો છે. આદેશમાં, સરકારી શાળાઓને 23 ઓગસ્ટે 5 વાગ્યેને 15 મિનિટથી લઈને 6 વાગ્યે 15 સુધી ખોલવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દેશભરના લોકો આતુરતાથઈ ચંદ્રયાન મિશનના લેન્ડિંગની રાહ જોઈ રહ્યા છે સૌ કોી આ માટે ઉત્સુક છે ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 5.20 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. આનું જીવંત પ્રસારણ તમામ બાળકો નિહાળઈ શકે તે માટે રાજ્યમાં શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 13 ઓગસ્ટના રોજ લોંચ કરવામાં આવ્યું ત્યારથી ઈસરો દ્રારા પળેપળની માહિતી શએર કરવામાં આવી રહી છે ત્યારે તેના લેન્ડિંગનું કાઉન્ટડાઉન પણ શરુ થઈ ચૂક્યું છે આવતી કાલની દરેક દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તમામને આશા છે કે તે લેન્ડિંગ સફળ સાબિત થશે.ઈસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-3ના ‘લેન્ડર મોડ્યુલ’એ ચંદ્રયાન-2ના ‘ઓર્બિટર’ અને ‘લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા’ થી લીધેલી ચંદ્રના ફોટો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. જો કે હજી પાછળના ભાગના ફોટો બહાર પાડવામાં આવ્યા છે.