CM ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સુરતની મુલાકાતે, PM મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે અને અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે
- સીએમ બન્યા બાદ પહેલી વખત ભૂપેન્દ્ર પટેલ સુરતની મુાકાત લેશે
- 15 ઓક્ટબરે સુરત જશે
- અહીં અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ- ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર ભાઈ પટેલ અનેક શહેરોની મુલાકાત લઈ રહ્યા છે, પહેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રની સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા તો બે દિવસ અગાઉ તેઓ ભરુચ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવનારી 15 તારીખે રાજ્યના ડાયમંડ સિટી ગણાતા સુરતની મુલાકાત લેશે, અહીં તેઓ કામરેજ રોડ પાસે નિર્મિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની છાત્રાલયના ભુમીપુજન પ્રસંગે ખાસ મહેમાન બનશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે.
ઉલ્લેખનીય છે કે આ છાત્રાલયનું ભુમિપૂજન દેશના વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે, જેને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે, જો કે પીએમ મોદી રુબરુ હાજર ન રહેતા તેઓ વર્ચૂએલ રીતે આ કાર્યક્રમનો મહત્વો ભાગ બનશે. આ માટે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમ સ્થળે પોતાની હાજરી ખાસ નોઁધાવશે.
ઉલ્લેખનીય છે કે સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલની આ પહેલી સુરતની મુલાકાત હશે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સતત તૈયારીઓ કરવામાં આવી રહી છે,.આ સાથે જ કાર્યરત કેટલાક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે કતારગામ વિસ્તારમાં રૂ 2.37 કરોડના ખર્ચે તૈયાર થયેલા અર્બન કોમ્યુનિટી હોલનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે 15 ઓક્ટબરના રોજ 12.30 કલાકની આસપાસ સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઓનલાઇન જ મનપા અને સુડાના કેટલાક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ભુમિપૂજન કરવામાં આવી શકે છે. મહાનગરપાલિકાના 13 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવી શકે છે. તે ઉપરાંત આઠ પ્રોજેક્ટોનું ભુમિપૂજન હાથ ઘરવામાં આવશે.