1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પહેલીવાર આજે મુંબઇમાં, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પહેલીવાર આજે મુંબઇમાં, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પહેલીવાર આજે મુંબઇમાં, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

0
Social Share

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન મોદી આજે પ્રથમ વખત મુંબઇની મુલાકાતે છે.. તેઓ નવી મુંબઈના તુર્ભે ખાતે મધ્ય રેલવેના કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવું પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ 10 અને 11નું વિસ્તરણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
એમએમઆરડીએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ રૂ. 16,600 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી પસાર થતી ટ્યુબ ટનલ બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને થાણેના ઘોડબંદર રોડ વચ્ચે સીધું જોડાણ બનાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 11.8 કિલોમીટર લાંબા બોરીવલી થાણે લિંક રોડના નિર્માણ સાથે થાણેથી બોરીવલીનું અંતર 12 કિલોમીટર ઓછું થશે અને સમય એક કલાકનો ઘટાડો થશે.

વડાપ્રધાનની મુંબઈ મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે તેઓ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી શકે છે. તેને જોતા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રાઇડેટોન હોટેલની આસપાસની ઇમારતોને સુરક્ષિત કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પહેલીવાર મુંબઈ આવી રહ્યા છે. રાજ્ય સરકારનું ચોમાસુ સત્ર 12 જુલાઈના રોજ સમાપ્ત થયું હતું. વડાપ્રધાન મોદી આજે વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યા બાદ પશ્ચિમી ઉપનગરોમાં નેસ્કો સેન્ટર (ગોરેગાંવ) ખાતે એક સભાને સંબોધશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકની તૈયારીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન 6માંથી માત્ર 2 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code