Site icon Revoi.in

મહિલા સશક્તિકરણ, પ્રથમવાર ગુડસ ટ્રેન 3 મહિલા કર્મચારીઓએ દોડાવી

Social Share

અમદાવાદઃ ભારતમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા પૂર્વક આગળ વધી રહી છે. ત્યારે હવે મહિલાઓએ પ્રથમવાર ભારતીય રેલવેને ગુડસ ટ્રેન દોડાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ જાણકારી ટ્વિટર માધ્યમથી આપી છે.

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈથી ગુજરાતના વડોદરા સુધી એક માલગાડી દોડાવવામાં આવી હતી. આ માલગાડીની વિશેષતા એ હતી કે એની કર્મચારીઓ મહિલાઓ હતી. ટ્રેનના એન્જિનની ડ્રાઈવર અને ગાર્ડ, એમ બંને જવાબદારી મહિલા કર્મચારીઓએ સંભાળી હતી.

પશ્ચિમ રેલવેએ ગૂડ્સ ટ્રેન માટે પણ પહેલી જ વાર મહિલા કર્મચારીઓને તૈનાત કરી હતી. આ ગૂડ્સ ટ્રેન ત્રણ મહિલા કર્મચારીઓની ટીમે દોડાવી હતી. કૂમકૂમ ડોંગરે, ઉદિતા વર્મા અને આકાંક્ષા રાય. આ ત્રણેય મહિલાએ સફળતાપૂર્વક અને કુશળતાપૂર્વક એમની આ કામગીરી બજાવી આપી હતી. આ કામગીરી પડકારજનક અને કઠિન પ્રકારની હોય છે. લાંબા અંતર સુધી પ્રવાસ કરવો પડતો હોય છે. એટલે જ બહુ જૂજ મહિલાઓ લોકો પાઈલટ અને ગાર્ડની ફરજ બજાવવા તૈયાર થાય છે.