દિલ્હીઃ- ચીન સામે પોતાની તાકાત દેખાડવા ક્વાડ દેશઓ હવે તૈયાર છે આ શ્રેણીમાં નૈસેનાની માલાબાર કવાયત પ્રથમ વખત હિંદ મહાસાગરની બહાર આજરોજ 11 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુઘી યોજાવા જઈ રહી છે.
ચીનની નૌકાદળ દ્વારા ફિલિપાઈન લોજિસ્ટિક્સ બોટ પર વોટર કેનન હુમલા અને તાઈવાનની વારંવારની ઘેરાબંધી વચ્ચે ભારત, યુએસ, ઓસ્ટ્રેલિયા અને જાપાનનું જૂથ ક્વાડ પ્રથમ વખત હિંદ મહાસાગરની બહાર મલબાર કવાયત કરવા હવે તૈયાર છે.
ક્વાડ દોશોના ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો ક્વાડનો મૂળ ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતા સામે પ્રતિકાર ઉભો કરવાનો છે. આ ઉદ્દેશ્ય સાથે, 1992માં ભારત અને અમેરિકા વચ્ચે શરૂ થયેલી આ દ્વિપક્ષીય કવાયત હવે ક્વાડ પાવરના પ્રદર્શનનું માધ્યમ બની ગઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ક્વાડ દેશો વચ્ચેની આ કવાયતના ભાગરુપે ભારત તરફથી INS કોલકાતા અને સહ્યાદ્રીની સાથે ભારતીય ટીમ સિડની પહોંચી ચૂકી છે.એટલું જ નહી ભારતે 10 દિવસની મલબાર કવાયતમાં ભાગ લેવા માટે ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ INS કોલકાતા સહીત સહ્યાદ્રી સાથે પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I મોકલ્યું છે.
વિતેલા દિવસને ગુરુવારે સિડનીમાં યુએસ નૌકાદળના સાતમા ફ્લીટના કમાન્ડર વાઈસ એડમિરલ કાર્લ થોમસે ચીનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, આ કવાયત ક્વાડ દેશોની નૌકાદળ વચ્ચે સંકલન વધારવા માટે હાથ ધરવામાં આવી છે.તેમણે વઘુમાં ઉમેર્યું કે આ માત્ર ચાર દેશોની કવાયત નથી, પરંતુ આ ક્ષેત્રમાં હાજર રહેલા તમામ દેશોની આકાંક્ષાઓને સુરક્ષિત કરવાની કવાયત છે.
ઉલ્લેખનીય છે કે ચીન ભારતની તમામ બબાતથી બોખલાય રહ્યું છે આવી સ્થિતિમાં ચીન માટે આ એક પડકાર સાબિત થી શકે છે. આ સહીત ચીન પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરીને તાઈવાન સહિત તમામ નાના દેશોને સતત ધમકીઓ અને ધમકીઓ આપી રહ્યું છે. ત્યારે 4 દેશોનું આ ગૃપની કવાયત ચીનના હોંશ ઉડાવી શકે છે.