- વિશ્વની 100 શકસ્તિશઆળી મહિલોની યાદી
- નિર્મલા સીકતારમણ અને કિરણ મજુમદારનો આ યાદીમાં સમાવેશ
દિલ્હીઃ-નાણા મંત્રી નિર્મલા સીતારામણ અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શો અને એચસીએલ એન્ટરપ્રાઇઝના સીઈઓ રોશની નાદર મલ્હોત્રાનો વિશ્વની સો સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સમાવેશ થયો છે.
દરવર્ષે ફોર્બ્સની યાદી બહાર પડતી હોય છે, ફોર્બ્સની 17મી વાર્ષિક યાદી મંગળવારના રોજ રજુ થઈ જેમાં 100 શક્તિશાળી મહિલાઓનીમાં સતત દસમી વખત જર્મન ચાન્સલર એન્જેલા મપર્કેલએ ઉચ્ચ સ્થાનપર પોતાનું નામ જાળવી રાખવામાં સફળ રહી છે.
યુરોપિયન સેન્ટ્રલ બેંકની પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે સતત બીજી વખત બીજા સ્થાને રહ્યા છે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ આ યાદીમાં ત્રીજા નંબરનું સ્થામ મેળવ્યું છે. બિલ અને મેલિંડા ગેટ્સ અને ફાઉન્ડેશનની મેલિંડા આ યાદગીમાં પાંચમા ક્રમે આવી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણને આ યાદીમાં 41 મો ક્રમ મળ્યો છે. રોશની નાદાર મલ્હોત્રાને 55 મો ક્રમ અને કિરણ મઝુમદારને 68 મા ક્રમ મળ્યો છે. લેન્ડમાર્ક ગ્રુપના અધ્યક્ષ, રેણુકા જગતયાનિને 98મું સ્થામ મળ્યું છે.
સાહિન-