1. Home
  2. ગુજરાતી
  3. પૂર્વોતરમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
પૂર્વોતરમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

પૂર્વોતરમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના અન્ય  ભાગોની વાત કરીએ તો  પૂર્વોતરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સતત વરસાદથી નદીઓમાં જળસ્તર પણ વધ્યું છે. તો ઉતરાખંડમાં  પણ  રૂદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, દહેરાદૂન, પૌડી ગઢવાલ, ચમોલી અને ઉધમસિંહ નગર જિલ્લામાં હવામાન વિભાગે ભારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ લોકોને સંવેદનશીલ વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવી છે . 

મુંબઇમાં આકાશી આફતને પરિણામે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. અને  અતિભારે વરસાદને પગલે મુંબઈ, પૂણે તેમજ સિંધુદુર્ગમાં  શાળા અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. તો મુંબઇની લાઇફ લાઇન ગણાતી  લોકલ ટ્રેન સેવાને પણ અસર  પહોંચી છે.  ગત રોજ મુંબઇના સાયન , વિકરોલી સહિતના વિસ્તારોમાં  ભારે વરસાદન નોંધાયો  હતો. તેમજ હવામાન વિભાગે વરસાદ માટે આપેલા રેડ એલર્ટને પગલે તંત્રએ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code