- જર્મનીએ ભારતને આપ્યા 120 વેન્ટિલેટર
- રશિયાએ સ્પુતનિકવીના દોઢ લાખ ડોઝ મોકલ્યા
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની રહી છે, અનેક લોકો મેડિકલ સેવા અને સાધનોની અછતને લઈને મૃત્યુ પામી રહ્યા છે ,ત્યારે ભારતની આવી કપરી પરિસ્થિતિમાં વિદેશ તરફથી અનેક મદદ મળી રહી છે, ત્યારે આ મમદદરુપે શનિવારની મોડી રાતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જર્મની દ્રારા ભારતને મોકલવામાં આવેલા 120 વેન્ટિલેટરની માહિતી આપી હતી
તેમણે ટ્વિટ કર્યું છે કે, અમે આ વિશ્વવ્યાપી મહામારી સામે લડવા માટે અમારા વિશ્વસનીય સાથી અને મિત્ર જર્મની સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને 120 વેન્ટિલેટરની ભેટ માટે જર્મનીનો આભારી છું.
મળતી માહબિતી પ્રમાણે જર્મની આવતા મહિને એક મોબાઈલ ઓક્સિજન પ્લાન્ટ પણ ભારતને મોકલશે, આ સાથે જ 13 જર્મન તકનિકી કર્મીઓ પણ સાથે આવશે, તેઓ પ્લાન્ટને સ્થાપિત કરવામાં મદદ કરશે અને ભારતના કર્મીઓને પણ આ મામલે તાલિમ આપશે, આ સાથે જ રેમડેસિવિર અને મોનોક્લોનલનો એક જથ્થો પણ આવવાનો હજી બાકી છે.
વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી છે કે,સંયૂક્ત રાજ્ય અમેરિકાથી 1000 થી વધુ ઓક્સિજન સિલિન્ડર, નિયમનકારો અને અન્ય તબીબી ઉપકરણો ભારત આવ્યા છે. બે દિવસમાં ત્રીજું શિપમેન્ટ છે જે ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં મદદ કરશે.બીજી તરફ ભારતની મદદ માટે ઉઝબેકિસ્તાનની ફ્લાઇટ, ઓક્સિજન સાંદ્રતા અને અન્ય તબીબી પુરવઠા સાથે દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા છે.
આ સાથે જ રશિયા તરફથી પણ સ્પુતનિકવીનો પહેલો જથ્થો શનિવારના રોજ ભારત આવી પહોંચ્યો છે,આ સામગ્રી સાથે ફ્લાઈટ હૈદરાબાદમાં ઉતરી હતી. દેશમાં રસીની અછતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલી બેચમાં દોઢ લાખ ડોઝ ભારત પહોંચ્યા છે. તે જ સમયે, મેના મધ્યમાં અથવા મહિનાના અંત સુધીમાં 3 મિલિયન વધુ ડોઝ મોકલવામાં આવશે અને જૂનમાં 5 મિલિયન ડોઝ આવશે.