જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસ સાથે વિદેશી પ્રતિનિધિ મંડળની મુલાકાત -સુરક્ષા બાબતે થઈ ચર્ચા
- પ્રતિનિધિ મંડળે કરી સેના અને પાલીસ સાથે મુલાકાત
- સુરક્ષા અને કોરોનાકાળમાં પોલીસની ભૂમિકા બાબતે થઈ ચર્ચાઓ
જમ્મુ-કાશ્મીરના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વિદેશી પ્રતિનિધિ મંડળે ભારતીય સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી,આ સમયગાળઆ દરમિયાન ખીણમાં સુરક્ષા વ્યવસ્થાની સાથે અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
એસ.એસ.પી. અનંતનાગ સંદીપ ચૌધરીએ રાજકીય રાજદ્વારીઓને લોકભાગીદારી, રોજગાર પુરા પાડવાના પ્રયત્નોની સાથે વિવિધ બાબતો વિશે જાણકારી આપી હતી. શ્રીનગર એસપી શીમા નબીએ કોરોનાકાળ દરમિયાન પોલીસ દ્વારા ભજવવામાં આવતી જવાબદારી વિશે વાત કરી હતી.
સેનાએ વિદેશી પ્રતિનિધિમંડળને 1948 માં બારામુલામાં અત્યાચાર,ઘૂસણખોરીના પ્રયાસો, ટનલિંગ ડ્રોનનો ઉપયોગ, માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓની સંખ્યા અને સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદીઓની ભરતીમાં પાકિસ્તાનની ભૂમિકા જેવી બાબતોની જાણકારી આપી હતી.
સેનાએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવામાં સુરક્ષા દળોની ભૂમિકાની વાત કરી હતી. કલમ 370 ના હટાવ્યા પછી સેનાએ પથ્થરમારોમાં ઘટાડો, શાંતિપૂર્ણ ડીડીસીની ચૂંટણીઓ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં દસ હજાર વિદ્યાર્થીઓવાળી 44 આર્મી ગુડવિલ શાળાઓ વિશે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી કલમ 370 એસરહીન બાદ આ વિદેશી પ્રતિનિધિ મંડળોની ત્રીજી નુલાકાત છે, આ દરમિયાન તેઓ કાશ્મીરમાં સુરક્ષાની બાબતથી લઈને અનેક મુદ્દાઓ પર નિરિક્ષણ કરી રહ્યા છે, તે સંદર્ભે તેઓ સ્થાનિક લોકોથી લઈને પોલીસ અધિકારીઓ સેનાના જવાનો સાથે વાતચીત કરી રહ્યા છે.
સાહિન-