જી 20 સમિટ માટે વિદેશી નેતાઓનું આગમન શરુ, મોરેશિયસના પીએમ સહીત અનેક વિદેશી નેતાઓ ભારત પહોંચ્યા
ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે 9 અને 10 તારીખે દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છએ ત્યારે વિદેશી મંત્રીઓ અને નેતાઓ આજથી ભારતની મુલાકાતે આવી રહ્યા છએ આજથી તેઓ ભારતના મહેમાન બનવા જઈ રહ્યા છે જેમનું દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
રાજધાની દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. જ્યાં એક તરફ વિદેશી મહેમાનોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ તેમના રહેવા-જમવા માટે વિશ્વકક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા કેન્દ્રીય મંત્રીઓને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનોનું આગમન ગુરુવારથી શરૂ થઈ ગયું છે. આ ક્રમમાં મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા.
આ સહીત G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવનારા વિશ્વભરના નેતાઓનો કાર્યક્રમ ભલે ગુરુવારથી શરૂ થઈ ગયો હોય, પરંતુ મોટાભાગના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો 8 સપ્ટેમ્બર એટલે કે આજે ભારત પહોંચશે. જેમાં યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન, યુકેના પીએમ ઋષિ સુનક, જાપાનના પીએમ કિશિદા ફ્યુમિયો, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના સેક્રેટરી જનરલ મેથિયાસ કોર્મન અને યુનાઈટેડ મેક્સીકન સ્ટેટ્સના ઈકોનોમી મિનિસ્ટર રાક્વેલ બ્યુનોસ્ટ્રો સાંચેઝ પણ દિલ્હી પહોંચી ગયા છે. નોંધનીય છે કે મોટાભાગના દેશોના વડાઓ 8મી સપ્ટેમ્બરે એટલે કે આજે ભારત આવશે.
યુનાઈટેડ મેક્સિકન સ્ટેટ્સના અર્થતંત્ર મંત્રી રાક્વેલ બ્યુનોસ્ટ્રો સાંચેઝ પણ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ અહીં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે. આ સાથે જ OECDના મહાસચિવ મેથિયાસ કોર્મન નવી દિલ્હી પહોંચ્યા ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ના મહાસચિવ મેથિયાસ કોર્મન નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા ગુરુવારે ભારત આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે OECD એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વધુ સારા જીવન માટે નીતિઓ બનાવવાનું કામ કરે છે. સંસ્થાનું ધ્યેય એવી નીતિઓને આકાર આપવાનું છે જે સમૃદ્ધિ, સમાનતા, તકો અને બધા માટે સુખાકારીને પ્રોત્સાહન આપે છે. OECD પુરાવા-આધારિત આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરવા અને ઘણા સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પડકારોનો ઉકેલ શોધવા માટે કામ કરે છે.
તો બીજી તરફ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા ગુરુવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ચાર્લ્સ મિશેલનું અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલએરપોર્ટ પર જલ શક્તિ મંત્રી અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સ્વાગત કર્યું હતું.
tags:
g-20