Site icon Revoi.in

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓની વિદેશમંત્રીએ કરી નિંદા કહ્યું , ‘આવા દળોને પ્રોત્સાહિત કરવું તે લોકો માટે પણ જોખમી ‘

Social Share

દિલ્હીઃ- કેનેડામાં સતત ખાલિસ્તાનીઓ અશાંતિ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત આ મમાલે સખ્ત નિંદા કરી રહ્યું છે,ખાલિસ્તાની પ્રવત્તિઓ કેનેડા માટે પણ જોખમી જ છે આ વાત વિદેશમંત્રી એસ જયશંકરે કહી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આયોજિત G-20 સમિટ દરમિયાન પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે બંને મુદ્દાઓ પર વાતચીત થઈ છે. કેનેડા હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, અંતરાત્માની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધની સ્વતંત્રતાનું રક્ષણ કરશે અને આ અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદેશમંત્રી એસ જયશંકરે કેનેડામાં ખઆલિસ્તાની પ્રવૃત્તિઓને લઈને સખ્ત નિંદા કરી છે આ વાત તેમણે ત્યારે કહી કે જ્યારે તેઓએ એશિયાનેટ ન્યૂઝ નેટવર્કને  ઈન્ટરવ્યુ આપ્યું.

વઘુ વિગત પ્રમાણે વિદેશમંત્રીએ મીડિયા સાથએની વાતચીત દરમિયાન  કેનેડામાં વધી રહેલી ખાલિસ્તાની ગતિવિધિઓ પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે દરેક લોકતાંત્રિક દેશ માટે પોતાની ધરતી પરથી એવી શક્તિઓને રોકવી જરૂરી છે જે અન્ય દેશોમાં શાંતિ અને સૌહાર્દની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે અને તેમને ઝેર આપી રહી છે.આ માત્ર ભારત માટે જ નહિ કેનેડા માટે પણ જખમી બબાત સાબિત થઈ શકે છે આ વાત તેમના પણ હિતમાં નથી જ.

ભારત વિરોધી ખાલિસ્તાની ગતિવિધિઓ પર કેનેડા સાથે ભારતના સંબંધોના સવાલ પર વિદેશ મંત્રીએ કહ્યું- અમે કેનેડા સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ જેમ કે અન્ય દેશો સાથે અમારા સંબંધો છે. કેનેડા જી-20નો ભાગ છે. અમે પણ ઇચ્છીએ છીએ કે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો પહેલા જેવા જ ઐતિહાસિક રહે, પરંતુ અમારી સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે તેઓ કોઈ કારણસર તેમના દેશમાં આવી પ્રવૃત્તિઓને મંજૂરી આપે છે. જેની સીધી અસર આપણા પર પડે છે

વઘુમાં તેમણે કેનેડાની કેબિનેટમાં ચાર શીખોની હાજરી અંગેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે રાજકારણમાં મજબૂરીઓ હોય છે પરંતુ તે નૈતિક અને કલ્યાણકારી મૂલ્યોથી આગળ નથી હોતી. તેણે કહ્યું કે, અમને એક ક્ષણ માટે ભૂલી જાઓ પરંતુ જે પ્રકારની શક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે દેશ માટે પણ સારું નથી.ઉલ્લેખનીય છે કેખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે ખટાશ જોવા મળી રહી છે. ટ્રુડોના કાર્યકાળ દરમિયાન, ઘણા ખાલિસ્તાની આતંકવાદીઓએ ભારતીય મૂળના લોકોને નિશાન બનાવ્યા અને તેમના પર હુમલા કર્યા. ભારતે તેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને હાલ પણ આ મુદ્દે ભારત સતત નિંદા કરી રહ્યું છે આ વાત વિદેશમંત્રીએ મીડિયા સમક્ષ પણ કરી હતી.