Site icon Revoi.in

વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને કોરિયાના વિદેશ મંત્રી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે સિઓલમાં કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યુલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.

ડૉ. જયશંકરે બેઠકને વ્યાપક અને ફળદાયી ગણાવતા કહ્યું કે, આ બેઠકમાં વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધો, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, વેપાર, લોકો વચ્ચે વિચારોના આદાન-પ્રદાન અને સાંસ્કૃતિક સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ હિન્દ પ્રશાંત ક્ષેત્રના વિકાસ, આ ક્ષેત્રના પડકારો અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાટાઘાટો કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ગિમ્હે શહેરના મેયર હોંગ તાઈ-યોંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, ગિમ્હે -અયોધ્યા જોડાણ એ સહિયારી સાંસ્કૃતિક વારસા સંબંધનો પુરાવો છે.