Site icon Revoi.in

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 89મા સત્રથી અલગ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું કે બેઠક દરમિયાન તેઓએ પરસ્પર સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી.

ડૉ.જયશંકરે ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સ સાથે પણ મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે તેમને મળીને આનંદ થયો. ડૉ. જયશંકર બેલ્જિયમના પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડ્રે ડી. ક્રુ ને પણ મળ્યા હતા અને ઉત્પાદન અને ટેકનોલોજી વિશે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. ડૉ. જયશંકર સામાન્ય સભાથી અલગ ઘણા પ્રતિનિધિઓ અને રાજદ્વારીઓને પણ મળ્યા હતા. જેમાં કઝાકિસ્તાનના વિદેશ મંત્રી નુર્તલુ, મોરોક્કોનાવિદેશ મંત્રી નાસર બૌરીતા અને સ્વિસ ફેડરલ કાઉન્સેલર ઇગ્નાઝિયો કેસીસનો સમાવેશ થાય છે.