Site icon Revoi.in

ફ્રાન્સના વિદેશ મંત્રી વડાપ્રધાન મોદીને મળ્યા,દ્વિપક્ષીય, પ્રાદેશિક સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી

Social Share

દિલ્હી:ફ્રાન્સના વિદેશમંત્રી કેથરિન કોલોનાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત, તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો “મિત્રતા અને સહકાર”નો સંદેશ પણ શેર કર્યો હતો.

મોદીએ ટ્વિટ કર્યું, “યુરોપ અને વિદેશી બાબતો માટે ફ્રાન્સના મંત્રી કેથરીન કોલોનાને મળીને આનંદ થયો.અમે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહકારની ચર્ચા કરી. મિત્ર ઈમેન્યુઅલ મેક્રોનને શુભકામનાઓ.”એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે,”દ્વિપક્ષીય અને સામાન્ય હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત, મંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનનો મિત્રતા અને સહયોગનો સંદેશ પણ વડાપ્રધાન મોદી સાથે શેર કર્યો,”.

નિવેદન અનુસાર, “વડાપ્રધાન મોદીએ પેરિસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની મુલાકાતને યાદ કરી અને ભારતમાં તેમનું સ્વાગત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.”