પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો – વિદેશમંત્રી કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીને આ મામલે લખ્યો પત્ર
- પાક.એ ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો
- પાક.ના વિદેશી મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીને લખ્યો પત્ર
દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં જ્યારથી કલમ 370 અસરહિન કરવામાં આવી છે તક્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, પાકિસ્તાનસતત આ મામલે દખલગીરી કરી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાંથઈ કલમ 370 નાબૂદ કર્યા બાદ તેને કેન્દ્ર સાશિત પ્રદેશ જાહેર કર્યાને પણ કેટલોય સમનય વિતી ગયો હોવા છત્તા પાકિસ્તાન તેની હરકતોમાંથી બહાર નથી આવી રહ્યું, તે સતત કાશ્મીર મુદ્દે દખલગીરી કરી રહ્યું છે,
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓને આ મામલે વધુ એક પત્ર લખ્યો છે, જેમાં કાશ્મીરના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુધવારે પાકિસ્તાનની વિદેશ કાર્યાલય દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી હતી. વિદેશ કચેરીએ કહ્યું કે કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને પત્ર સંબોધન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતે 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરની વિશેષ દરજ્જાને રદ કરવા બંધારણની કલમ 370 ની જોગવાઈઓને રદ કરી દીધી હતી ત્યારથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે ત્યારથી જ ભારતના આ નિર્ણય પર પાકિસ્તાને કડક પ્રતિક્રિયા આપી હતી.સતત રાકિસ્તાન આ મામલે દખલગીરી કરતું આવ્યું છે, તેમણે આ મુદ્દે અનેક વખય સંયુક્ત રાષ્ટ્રમાં અવાજ લગાવ્યો હતો, જો કે દરેક દેશે ભારકતને સમર્થન આપીને કહ્યુંહતું કે આ તમારો આંતરીક મામલો છે, પાકિસ્તાનને દરેક બાજુથી હાર મળી હતી
સુરક્ષા મંડળના પ્રમુખ અને યુએન સેક્રેટરી-જનરલને નિયમિતપણે પત્ર લખતા મંત્રીએ પોતાના તાજેતરના પત્રમાં આક્ષેપ કર્યો છે કે ભારત નકલી ડોમિસાઇલ સર્ટિફિકેટ રજુ કરીને અને અન્ય ઉપાયોના માધ્યમ થકી કાશ્મીરની વસ્તી વિષયક રચનાને બદલી રહ્યું છે. તેમણે સુરક્ષા પરિષદને આગ્રહ કર્યો છે કે તે ભારતનું આહવાન કરે કે 5 ઓગસ્ટ, 2019 અને ત્યાર પછીના નિર્ણયોને બદલે