Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે કરી મુલાકાત

Social Share

દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે  યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પ્રધાને ગયા અઠવાડિયે શુક્રવારે યુ.એસ.ની નવ-દિવસીય મુલાકાત શરૂ કરી હતી, મુખ્યત્વે ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલી ના વાર્ષિક સત્રમાં હાજરી આપવા અને ગ્લોબલ સાઉથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા માટે કરવામાં આવી છે.

જયશંકરે ગયા અઠવાડિયે શુક્રવારે પોતાનો નવ દિવસનો અમેરિકા પ્રવાસ શરૂ કર્યો હતો. જયશંકર મુખ્યત્વે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના વાર્ષિક સત્રમાં ભાગ લેવા અને ‘ગ્લોબલ સાઉથ’ પર વિશેષ પરિષદનું આયોજન કરવા માટે અહીં આવ્યા હતા.

જયશંકર યુએન હેડક્વાર્ટર ખાતે ફ્રાન્સિસને મળ્યા હતા અને ગયા શનિવારે ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્રની બાજુમાં આયોજિત ‘ઇન્ડિયા-યુએન ફોર ગ્લોબલ સાઉથઃ ડિલિવરીંગ ફોર ડેવલપમેન્ટ’ વિશેષ પરિષદમાં તેમની હાજરી માટે જનરલ એસેમ્બલીના પ્રમુખનો આભાર માન્યો હતો. . જયશંકર સોમવારે સાંજે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પણ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે જયશંકરે રવિવારે યુએન જનરલ એસેમ્બલીના ઉચ્ચ સ્તરીય સત્રની બાજુમાં મેક્સિકો, બોસ્નિયા અને હર્ઝેગોવિના અને આર્મેનિયા સહિતના અન્ય દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી, જેમાં G20 માં બહુપક્ષીયવાદ અને સહકારને સુધારવા પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.