Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ જયશંકરે યુકેના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી સાથે ફોન પર કરી વાતચીત,જાણો શું થઈ ચર્ચા?

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે યુકેના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી સાથે ફોન પર વાતચીત કરી હતી.બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને ભારતના G20 અધ્યક્ષપદના એજન્ડા પર ચર્ચા કરી.યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને યુકે NSA ટિમ બેરો વચ્ચે ‘વિશેષ સંકેત’ને અનુસરીને લંડનમાં યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી તેના થોડા દિવસો બાદ કલેવરલીનો ફોન આવ્યો છે.

વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટમાં કહ્યું, “યુકેના વિદેશ સચિવ જેમ્સ કલેવરલીનો ફોન આવ્યો. તેઓએ દ્વિપક્ષીય સંબંધો અને ભારતના G-20 અધ્યક્ષપદના એજન્ડા પર ચર્ચા કરી. 4 ફેબ્રુઆરીએ, ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર જણાવ્યું હતું કે બ્રિટિશ વડા પ્રધાન સુનકે ડોભાલ અને બેરો વચ્ચેની બેઠકમાં હાજરી આપી હતી અને બંને દેશોની સરકારોએ વેપાર, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે વિશેષ મહત્વ આપ્યું છે.

બ્રિટનની કેબિનેટ ઑફિસમાં, બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સર ટિમ બેરો અને ડોભાલ વડા પ્રધાન સુનકના કહેવા પર ટૂંક સમય માટે મળ્યા હતા, જેમાં સુનકે પણ ભાગ લીધો હતો. લંડનમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું, “વડાપ્રધાનની પરસ્પર સમર્થનની ખાતરી વેપાર, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે ખૂબ મૂલ્યવાન છે.” લંડનમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું કે, સર ટિમ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવે તેવી અપેક્ષા છે.