Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ. જયશંકરે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ ઝાપારોવ સાથે મુલાકાત કરી

Social Share

દિલ્હી- વિદેશમંત્રી  જયસંકર અવારનવાર વિદેશી નેતાઓ સાથે અનેક મુદ્દે ચર્ચા કરતા હોય ઠે,આ સહરીત નેતાઓ સાથે મુલાકાત યોજતા હોય  આજ શ્રેણીમાં મંત્રી એસ. જયશંકરે બુધવારે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર ઝાપારોવ સાથે મુલાકાત કરી હતી અને બેંકિંગ, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

વિદેશમંત્રી જયશંકર જ્યારે કિર્ગિસ્તાનની બે દિવસીય મુલાકાતે બુધવારે અહીં પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જયશંકર કિર્ગિસ્તાનના નેતૃત્વને મળશે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંમેલનમાં ભાગ લેશે.

 વિદેશમંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’  પર પોસ્ટ કર્યું, “કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર ઝાપારોવને મળીને આનંદ થયો. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી હતી.

કિર્ગિસ્તાન જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે SCO સભ્ય દેશોની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ  ની બેઠકનું આયોજન કરી રહ્યું છે. જયશંકર તેમના કિર્ગિસ્તાનના સમકક્ષ જીનબેક કુલુબેવને પણ મળ્યા હતા અને તેમની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ સહીત તેમણે જણાવ્યું કે બેન્કિંગ, ઉર્જા, આરોગ્ય અને ફાર્મા, સંરક્ષણ, કૃષિ અને રોકાણમાં સહકાર અંગે ચર્ચા કરી.જયશંકરે SCO સભ્ય દેશોની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટની સફળ અધ્યક્ષતા માટે કિર્ગિસ્તાનને ભારતનું સમર્થન વ્યક્ત કર્યું.

તેણે ‘X’ પર લખ્યું, ‘મારા જૂના મિત્ર વિદેશ મંત્રી જીનબેક કુલુબેવને બિશ્કેકમાં જોઈને સારું લાગ્યું. વેપાર અને અર્થવ્યવસ્થા, વિકાસ પ્રોજેક્ટ્સ, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં ભારત-કિર્ગિસ્તાન સહયોગને મજબૂત બનાવવાની વાત કરી. અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા અને કનેક્ટિવિટી અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

હવે એસસીઓ સરકારના વડાઓની બેઠકમાં જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રતિનિધિત્વ કરશે.રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી પણ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી SCO બેઠકમાં હાજરી આપી હતી.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર અન્ય SCO સભ્ય દેશોના તેમના સમકક્ષો તેમજ કિર્ગિસ્તાનના ટોચના નેતૃત્વને પણ મળશે. SCO જૂથમાં ચીન, ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. જૂન 2001માં શાંઘાઈમાં સ્થપાયેલ, SCO એક આંતરસરકારી સંસ્થા છે.