નાગપુર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર પોતાનું મૌન તોડયું છે. એસ. જયશંકરે કહ્યુ છે કે આની ગેરેન્ટી આપી શકાય નહીં કે દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરશે અથવા તેની સાથે સંમત થશે.
નાગપુરમાં ટાઉનહોલ બેઠકમાં બોલતા જયશંકરે માલદીવ સાથેના તાજેતરના મતભેદ પર સવાલના જવાબમાં કહ્યુ છે કે રાજકારણમાં હું ગેરેન્ટી આપી શકું નહીં કે દરેક દેશ આપણું સમર્થન કરશે. વિદેશ મંત્રીએ કહ્યુ છે કે આપણે જે ગત 10 વર્ષોમાં લોકો સાથે સંબંધો બનાવ્યા છે, તેમા આપણને ઘણી સફળતા મળી છે અને ઘણાં દેશો સાથે સંબંધ મજબૂત થયા છે.
Speaking at Manthan: Townhall meeting in Nagpur. https://t.co/fSlQqm0n7L
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 13, 2024
જયશંકરે રાજકીય સંબંધોમાં ઉતાર-ચઢાવ છતા લોકોની વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરતા વૈશ્વિક સ્તરે મજબૂત સંબંધ બનાવવા માટે ગત એક દશકમાં ભારતના પ્રયાસો પર પ્રકાશ નાખ્યો છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે તેની સાથે ચીન વિવાદ પર પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. તેમણે કહ્યુ છે કે સીમા પર ગતિરોધ વચ્ચે ચીનના સંબંધો સામાન્ય રીતે આગળ વધવાની આશા કરવી જોઈએ નહીં. તેમણે અહીં એક કાર્યક્રમમાં જિયો-પોલિટિક્સમાં ભારતના ઉદય વિષય પર કહ્યુ છે કે કૂટનીતિ ચાલતી રહે છે અને ક્યારેક-ક્યારેક કઠિન પરિસ્થિતિઓનું સમાધાન ઉતાવળમાં નીકળતું નથી.
કાર્યક્રમ દરમિયાન જયશંકરે દર્શકોના સવાલોનો જવાબ પણ આપ્યો. તેમણે કહ્યુ કે ભારત અને ચીન વચ્ચે સીમાઓ પર પરસ્પર સંમતિ નથી. આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંને પક્ષ સૈનિકોને એકઠા નહીં કરે અને પોતાની ગતિવિધિઓ બાબતે એકબીજાને સૂચિત કરશે, પરંતુ પાડોશી દેશે 2020માં આ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું. વિદેશ મંત્રીએ કહ્યુ છે કે ચીન મોટી સંખ્યામાં પોતાના સૈનિકોને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર લઈ આવ્યા અને ગલવાનની ઘટના બની.