Site icon Revoi.in

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે પાકિસ્તાન માટે જુસાસી કરનારા ડ્રાઈવરની જવાહરલાલ નહેરુ ભવન પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે, આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓએ તેની આગવી ઢબે પૂછપરછ આરંભી હતી. વિદેશ મંત્રાલયનો આ ડ્રાઈવરને ગુપ્ત માહિતીઓના બદલે પૈસા આપવામાં આવતા હોવાનું જાણવા મળે છે. તેને પૂનમ કે પૂજા નામની મહિલાના મારફતે તેને ફસાવવામાં આવ્યો હતો. હનીટ્રેપમાં ફસાવ્યા બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ગુપ્ત માહિતી મંગાવતુ હતું. મહિલા પણ પાકિસ્તાન માટે જાસુસી કરતી હોવાનું પોલીસ માની રહી છે. આ પ્રકરણમાં વિદેશ મંત્રાલયના અન્ય કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ પોલીસે તપાસ આરંભી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ હનીટ્રેપ મારફતે ભારત સરકારના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓને ફસાવીને ગુપ્ત માહિતી મેળવવામાં આવતી હોવાનું અગાઉ સામે આવ્યું હતું. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ પણ વધારે સક્રીય બની છે અને પાકિસ્તાન માટે જાસુસી કરતા શખસોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

(PHOTO-FILE)