Site icon Revoi.in

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આજથી શ્રીલંકાની મુલાકાતે,દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન   

Social Share

દિલ્હી:વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા 2 ઓક્ટોબરે એટલે આજે શ્રીલંકાની મુલાકાત લેશે.તેની આ ચાર દિવસીય યાત્રા શ્રીલંકાના વિદેશ સચિવ એડમિરલ પ્રો. જયનાથ કોલમ્બેઝના આમંત્રણથી જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ સચિવની મુલાકાત પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં તેમના નજીકના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને મજબૂત કરવા બંને દેશોના મહત્વને દર્શાવે છે.

વિદેશ સચિવની સુનિશ્ચિત આ યાત્રા વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના શ્રીલંકાના સમકક્ષ જી.એલ.પેઇરિસના ન્યૂયોર્કમાં સયુંકત રાષ્ટ્ર મહાસભા સત્ર થી ઈતર મુલાકાતના 10 દિવસ બાદ થઇ રહી છે.અમેરિકાના પ્રવાસ દરમિયાન એસ જયશંકરની શ્રીલંકન વિદેશ મંત્રી જીએલપેઇરિસ સાથે મુલાકાત થઇ હતી.

નવી દિલ્હી અને કોલંબોના સત્તાવાર સૂત્રોએ સંકેત આપ્યો છે કે શ્રૃંગલા 2 થી 5 ઓક્ટોબર દરમિયાન તેમની મુલાકાત દરમિયાન કેટલાક મોટા દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

આ સત્તાવાર મુલાકાત દરમિયાન વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ તીવ્ર બનાવશે. આ ઉપરાંત, તેમની મુલાકાત કોરોના સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે ચાલી રહેલા દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સ અને ચાલુ સહકારની પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે.