Site icon Revoi.in

વિદેશ સચીવ વિનય ક્વાત્રા ત્રણ દિવસના મોરેશિયસના પ્રવાસે, મોરિશિયન પીએમ જગન્નાથ સાથે કરી મુલાકાત, રોકાણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે થઈ ચર્ચા

Social Share

દિલ્હીઃ- ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા મોરેશિયસના 3 દિવસના પ્રવાસે છે.તેમણે વિતેલા દિવસના રોજ વિદેશ મંત્રી એલેન ગાનોઉ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન, ક્વાત્રાએ G20 બેઠકોમાં ભાગ લેવા બદલ મોરેશિયસનો આભાર માન્યો હતો.

આ સાથે જ વિદેશ સચિવ વિનય ક્વાત્રા ગુરુવારે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથને મળ્યા હતા અને ક્ષમતા નિર્માણ, વેપાર અને રોકાણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. ક્વાત્રા 12 થી 14 એપ્રિલ સુધી મોરેશિયસની ત્રણ દિવસની મુલાકાતે છે.

માર્ચની શરૂઆતમાં, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથે 1લી તાલીમ સ્ક્વોડ્રન ખાતે સ્વાગત દરમિયાન સેન્ટ બ્રાન્ડોન આઇલેન્ડ મોરેશિયસ ખાતે ગ્રાઉન્ડેડ વહાણમાંથી પ્રદૂષણ દૂર કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે સંયુક્ત ઓપરેશન દરમિયાન મોરેશિયસ નેશનલ કોસ્ટ ગાર્ડ સાથે ભારતીય નૌકાદળના સંકલનની પણ પ્રશંસા કરી હતી.

મોરેશિયસમાં ભારતના હાઈ કમિશને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. હાઈ કમિશને કહ્યું કે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ વિદેશ મંત્રી એલન ગાનુ સાથે સૌજન્ય મુલાકાત કરી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. એકબીજા વચ્ચે અને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર સહકાર અંગે પણ ચર્ચા કરી.હાઈકમિશને એમ પણ કહ્યું કે વિનય ક્વાત્રાની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરવાની તક હશે