ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા પંચાયત વિભાગના તમામ રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવાની દિશામા પ્રયાણ કયુ છે. પેપરલેસ સેક્રેટરીના ભાગરૂપે રાજયની તમામ જિલ્લા કચેરીઓનું ડિજિટાઇઝેશન કરવામા આવશે. જેની એસઓપીની ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે આ માટે ચાર અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર ગાંધીનગર દાહોદ બનાસકાંઠાને સુરત જિલ્લા વિકાસ અધિકારીઓને આ સમિતિમાં સમાવવામાં આવ્યા છે આગામી એકાદ સપ્તાહમાં આ માટે એસ.ઓ.પી તૈયાર કરીને આપશે જેના પર પરામર્શ કર્યા બાદ જાહેરાત કરાશે. રાજ્યમાં પેપરલેસ સેક્રેટરીએટના સંકલ્પ અને પૂર્ણ કરવાની દિશામાં વિવિધ કચેરીઓનું કોમ્પ્યુટીકરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત નવી ભરતીઓમાં પણ કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા જ ઉમેદવારોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓની ગ્રાન્ટ નાણાંની ચુકવણીને ધ્યાનમાં રાખીને વિવિધ સોફ્ટવેર બનાવવામાં આવ્યા છે. રાજ્યની પંચાયત કચેરીઓમાં ડિજિટાઇઝેશનના પરિણામે વર્ષેાથી ધૂળ ખાતા દસ્તાવેજોનું કોમ્પ્યુટર કરણ થશે અને લાંબા સમય સુધી સાચવી રાખવા પડતા દસ્તાવેજો અને રેકર્ડથી કચેરીઓને મુકિત મળશે.