Site icon Revoi.in

વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડની ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના

Social Share

દિલ્હીઃ માતા વૈષ્ણોદેવી ભવનમાં સર્જાયેલી દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 12ના મોતની પુષ્ટી થઈ છે. જ્યારે 15 વ્યક્તિ ઘાયલ થયાનું જાણવા મળી રહી છે. ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસ અને તંત્ર દ્વારા કલાકો બાદ ફરીથી વૈષ્ણોદેવી યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર પ્રકરણની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના કરવામાં આવી છે. આ પ્રકરણમાં આઠ મૃતકોની ઓળખ થઈ શકી છે જ્યારે હજુ ચાર મૃતકોની ઓળખ થઈ શકી નથી. તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કટારા સ્થિત ભવન ક્ષેત્રમાં રાતના લગભગ 2.45 કલાકે ભાગદોડની ઘટના બની હતી. ગેટ નંબર-3 પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ભવન ક્ષેત્રમાં દર્શન માટે પહોંચેલા કેટલાક શ્રદ્ધાળુઓમાં આંતરિક તકરાર થઈ હતી. જે બાદ ધક્કા-મુક્કી શરૂ થઈ હતી. ગણતરીની મિનિટોમાં જ ભાગદોડની ઘટના બની હતી.

આ દુર્ઘટનામાં ધીરજ કુમાર (ઉ.વ, 25, રહે, નોશેરા, રાજોરી, જમ્મુ-કાશ્મીર, શ્વેતાસિંહ વિક્રમસિંહ (ઉ.વ. 35, રહે, ગાઝિયાબાદ), ધરમવીરસિંહ (રહે, સહારનપુર, ઉત્તરપ્રદેશ), ડો.અર્જુન પ્રપાપસિંહ (રહે, ગોરખપુર, ઉત્તરપ્રદેશ), વિનયકુમાર (ઉ.વ. 24, રહે, દિલ્હી), સોનુ નરેન્દ્ર પાંડે (રહે, દિલ્હી) અને મમતા સુરેન્દ્રભાઈ (રહે, હરિયાણા)ના મોત થયાં છે. જ્યારે હજુ ચાર મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય આગેવાનોએ દુઃખ વ્યક્ત કર્યું છે. સરકારે મૃતકોના પરિવારનો આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.