Site icon Revoi.in

આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા

Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પણ પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસને રામ રામ કરીને  ભાજપમાં જોડાયા છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે કેસરિયા કર્યા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કેસરિયા કર્યા હતા. કોંગ્રેસનો હાથ છોડીને કાંતિભાઈએ કેસરિયા કર્યા છે. કાંતિભાઈએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું મોકલ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આણંદના કોંગ્રેસના પૂર્વ ધરાસભ્ય કાંતિભાઈ સોઢા ભાજપમાં જોડાશે તેવી મહિનોઓથી અટકળો ચાલતી હતી. વર્ષ 2017માં આણંદની બેઠક પરથી કાંતિભાઈ કોંગ્રેસની ટિકિટથી જીત્યા હતા. 2017થી 2022 સુધી આણંદના કોંગ્રેસ MLA રહ્યાં હતા. આજે કાંતિભાઈ સોઢા ભાજપમાં જોડાયા છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. કાંતિભાઇ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડયા બાદ તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કર્યા બાદ રાજીનામું આપી ભાજપમાં જોડાયો છું. વિકાસની નીતિને જોતાં ભાજપમાં જોડાયો છું. વિકાસની રાજનીતિ કરવા માટે, લોકોના કામો થાય અને જરૂરિયામંદોને મદદ મળી શકે, આણંદના ધારાસભ્ય સાથે મળી આણંદ તેમજ જિલ્લાનો વિકાસ કરવા તેમજ વધુમાં વધુ લોકોને ઉપયોગી કાર્ય કરવા આજે ભાજપમાં જોડાયો છું. કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકારનો લાભ છેવાડાના માણસો સુધી પહોંચાડવા મદદરૂપ બની શકીએ તે માટે કામ કરીશું. કોઇપણ જાતની અપેક્ષા વિના હું ભાજપમાં જોડાયુ છું. હું સહકારી ક્ષેત્રમાં હું લાંબા સમયથી સક્રિય છુ. તેથી ભાજપ મને જે નાની મોટી જવાબદારી આપશે તે હું પૂર્ણ કરીશ.

તેમણે કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા. કે, કોંગ્રેસમાં કોઇને કાર્યકરોની પડી નથી. કોંગ્રેસ તેમના કાર્યકરોને છુટા મુકી દીધા છે. તેમજ દિલ્હીથી કોંગ્રેસના કોઇ નેતા મદદ કરવા આવતા નથી. પક્ષને મજબૂત કરવા કોંગ્રેસના નેતાઓ કશુ કરતા નથી.  જ્યારે ભાજપ તેમના નાનામાં નાના કાર્યકરોને સાચવે છે. ભાજપમાં જોડાતા પહેલા કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને રાજીનામુ મોકલ્યુ હતુ.