Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડુ સાયમન્ડ્સનુ 46 વર્ષની વયે કાર અકસ્માતમાં નિધન

Social Share

દિલ્હીઃ- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ જગહતમાં શોકનો માહોલ છવાયો છે,જાણીતા દિગ્ગજ  ક્રિકેટર એવા એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ા દુનિયામાંથી અલવિદા કહ્યું છે તેમના અકાળે થયેલા આવસાનથી સમગ્ર વિશ્વમાં તેમના ચાહકો શોકની લાગણીમાં ડજૂબ્યા છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મળતી માહિતી મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સની કાર શનિવારે રાત્રે અકસ્માતનો શિકાર બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સાયમન્ડ્સને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન એન્ડ્ર્યુ સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી.

રિપોર્ટ અનુસાર, ક્વીન્સલેન્ડ પોલીસ તરફથી માહિતી મળી છે કે આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે હર્વે રેન્જમાં બની હતી. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર વધુ સ્પીડના કારણે રોડ પર પલટી ગઈ હતી. એન્ડ્રુ સાયમન્ડ્સ કારમાં સવાર હતા. આ અકસ્માત એલિસ નદી પરના પુલ પાસે થયો હતો. એન્ડ્રુ સાયમન્ડ્સને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેને બચાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ સફળતા મળી ન હતી.

ઉલ્લેખનીય છે કે 46 વર્ષીય ક્રિકેટર સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 40.6ની એવરેજથી 1462 રન બનાવ્યા છે. સાયમન્ડસે 198 વનડેમાં 39.8ની એવરેજથી 5088 રન બનાવ્યા છે, આ ઉપરાંત 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 48.1ની એવરેજથી 337 રન બનાવ્યા છે. સાયમન્ડ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ પોતાનો દમ બતાવ્યો  છે, તેને 39 આઇપીએલ મેચો રમી છે, જેમાં 36.1ની એવરેજથી 974 રન બનાવ્યા છે.