Site icon Revoi.in

સમગ્ર જગતમાં જાણીતા સ્પિનર એવા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન

Social Share

 

દિલ્હીઃ- વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવનારા ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન આ દુનિયાને અલવિદા કહ્યું છે. શેન વોર્નને 52 વર્ષ વયે હ્દય રોગનો હુમલો આવતા થાઈલેન્ડ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીઘા  હોવાની માહિતી મળી છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં તેમના ચાહકો છે ત્યારે તેમના નિધનને લઈને સમગ્ર જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.સૌ કોઈ સોશિયલ મીડિયા પર તેમના ક્રિક્ટ રમતા વીડિયો અપલોડ કરીને તેમને યાદ કરી રહ્યા છે.

શેન વોર્ન કે જેઓ એ સ્પિનર હતા કે તેમના નાખેલા બોલના ઈશારે ક્રિકેટચર નાચતા હતા અને તેમની આ આગવી ઓળખે તેમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી હતી તેઓ દુગ્ગજ ક્રિક્ટરમાં એક ગણાય છે.શેન વોર્નને લોકો વોર્ની તરીકે પણ ઓળખતા હતા . 

ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં તેઓએ પૂર્વ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સના મેન્ટર રહ્યા હતા.  પોતાની કેપ્ટનશિપમાં રાજસ્થાનને એક વખત ચેમ્પિયન બનાવ્યું હતુંયશેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. શેન વોર્નની ગણતરી દિગ્ગજ બોલર અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી.

વિશ્વભરના બેટ્સમેનો તેમની સામે બેટિંગ કરતા ઘણા  ડરતા હતા. કારણ કે શેન વોર્નની સ્પિનની વિકેટ ક્યારે પડી તે કોઈને ખબર ન હતી. તેની બોલિંગના આવા ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. 

શેન વોર્નને હાલ 4 જૂન, 1993ના રોજ એક ટેસ્ટ મેચ દરમિયાનની ઘટનાને લોકો વાગોળી રહ્યા છએ વાત જાણે એમ હતી કે  શેન વોર્ને એવો બોલ ફેંક્યો હતો, જેને જોઈને દુનિયાનો દરેક ખેલાડી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એશિઝ શ્રેણી દરમિયાન વોર્ને જે બોલ ફેંક્યો હતો તેને 90 ડિગ્રીનો ખૂણો બનાવીને ટર્ન કરવામાં આવ્યો હતો. આ બોલને સદીનો બોલ કહેવાયો  હતો.

ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ આવો બોલ કોઈે ફેક્યો નથી જેને લઈને તેમને વિશ્વભરમાં અલગ ઓળખ મળી છે.