Site icon Revoi.in

કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન બ્રાયન મુલરોનીનું 84 વર્ષની વયે નિધન

Social Share

કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી બ્રાયન મુલરોનીનું નિધન થયું છે. તેમની પુત્રી કેરોલિન મુલરોનીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેઓ 84 ​​વર્ષના હતા. તેમણે 1984થી 1993 સુધી દેશનું નેતૃત્વ કર્યું. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા મિસ્ટર મેરલોની કેનેડાના 18મા પ્રધાનમંત્રી હતા. મહત્ત્વનું છે કે ઓગસ્ટ 2023ના અંતમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, મુલરોનીએ હાર્ટ સર્જરી કરાવી હતી.આ સિવાય બ્રાયન મુલરોનીને ગયા વર્ષની શરૂઆતમાં પ્રોસ્ટેટ કેન્સરની સારવાર કરવામાં આવી હતી.

પૂર્વ પીએમ શીત યુદ્ધના અંતિમ દિવસોમાં દેશનું નેતૃત્વ કર્યું અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ તેણે હથિયારોના વેપારી સાથે ગેરકાયદેસર સોદો કર્યો હતો, જેના કારણે તેમની છબિ ખરડાઈ હતી. તેમના કારકિર્દીની વાત કરીએ તો, શરૂઆતમાં તેઓ કોર્પોરેટ વકીલ હતા. તે પછી તેમણે બિઝનેસમાં હાથ અજમાવ્યો. જો કે, બાદમાં રાજકારણમાં ઝંપલાવ્યું. પરિણામ એ આવ્યું કે, 1984માં તેમણે પ્રધાનમંત્રી પદની ચૂંટણીમાં તત્કાલિન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના પિતા પિયર ટ્રુડોને ખરાબ રીતે હરાવ્યા હતા.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ દેશના 18માં પ્રધાનમંત્રી મુલરોનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મુલરોનીના અવસાનથી તેઓ ખૂબ જ આઘાતમાં છે. . તેણે ક્યારેય કેનેડિયનો માટે કામ કરવાનું બંધ કર્યું નથી. તેણે હંમેશા આ દેશને વધુ શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્નો કર્યા છે. વર્ષોથી તેમણે મારી સાથે શેર કરેલી વસ્તુઓ હું ક્યારેય ભૂલીશ નહીં. તે ઉદાર, અથાક અને અતિ લાગણીશીલ હતા.