- શ્રીલંકના ક્રિકેટરે પેટભરીને પીએમ મોદીના કર્યા વખાણ
- ભારતને મોટા ભાઈ સમાન ગણાવ્યા
દિલ્હીઃ- હાલ શ્રીલંકાની સ્થિતિ વણસી રહી છે,આર્થિક સંકટને લઈને ભારતે શ્રીલંકાને ઘણી મદદ કરી છે,શ્રીલંકા હાલ આર્થિક સંકટની સ્થિતિ સામે લડી રહ્યું છે.ત્યારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને મહાન ખેલાડી સનથ જયસૂર્યાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વ ક્રિકેટર જયસૂર્યા પોતાના સમયના મહાન ખેલાડીઓમાંથી એક છે.
ક્રિકેટરે પીએમ મોદીના વખાણ કર્યા
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ભારતે શ્રીલંકાને મદદ મોકલવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેણે કહ્યું છે કે તમે અમારા અદ્ભુત પાડોશી રહ્યા છો. તેઓ આપણા દેશના મોટા ભાઈની જેમ મદદ કરી રહ્યા છે. આપણા માટે ટકી રહેવું સહેલું નથી. મને આશા છે કે આ બધી વસ્તુઓ જલ્દી બદલાશે. ભારત અને અન્ય દેશોની મદદથી અમે આ સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ વધુમાં કહ્યું કે, લોકોએ શ્રીલંકાની સરકારનો વિરોધ શરૂ કરી દીધો છે. જો લોકો સાથે યોગ્ય રીતે વાત કરવામાં નહીં આવે, તો મુશ્કેલામાં ફેરવાઈ જશે. અત્યારે તો તેની જવાબદારી વર્તમાન સરકારની રહેશે.
શ્રીલંકાની સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા સનથ જયસૂર્યાએ કહ્યું કે લોકો આ રીતે જીવીત નરી રહી શકે અને તેમણે વિરોધ કરવાનું શરુ કરી દીધુ છે. ગેસ અને ઇંધણની અછત વર્તાઈ રહી છે અને કેટલીકવાર 10-12 કલાક વીજ પુરવઠો પર આવી રહ્યો નથી. દેશ માટે આ મુશ્કેલ સમયમાંથી પસાર થી રહ્યો છે. આગળ વાત કરતાં જયસૂર્યાએ કહ્યું કે હું લોકોને હિંસક નહીં પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા કહેવા માંગુ છું.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અત્યાર સુધીમાં શ્રીલંકાને 270,000 મેટ્રિક ટનથી વધુ ઇંધણ પૂરું પાડ્યું છે જેથી શ્રીલંકામાં વીજળીની કટોકટીને હળવી કરવામાં મદદ મળી શકે, જે વીજ કાપનો સામનો કરી રહી છે.