- સૌરવ ગાંગુલીને મળી ઝેડ સુરક્ષા
- 10 જેટલા પોલીસ કર્મીઓ તેમની સુરક્ષામાં હાજર રહેશે
દિલ્હીઃ- પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની સુરક્ષાને ‘Z’ શ્રેણીમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે.
જાણકારી અનુસાર ગાંગુલીને આ પહેલા ‘વાય’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને તેની મુદત પૂરી થયા બાદ મંગળવારે તેની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતને લઈને એક અધિકારીએ માહિતી આપી હતી કે , “ગાંગુલીને આપવામાં આવેલી સુરક્ષાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હતી, તેથી પ્રોટોકોલ મુજબ સમીક્ષા કરવામાં આવી હતી અને તેને ‘Z’ શ્રેણીમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેથી પૂર્વ ક્રિકેટરને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અનુસાર હવે 8 થી 10 પોલીસકર્મીઓ પૂર્વ ક્રિકેટરની સુરક્ષામાં રહેશે. ‘વાય’ શ્રેણીની સુરક્ષા હેઠળ, ગાંગુલીના સુરક્ષા કવચમાં સ્પેશિયલ બ્રાન્ચના ત્રણ પોલીસકર્મીઓ અને તેના બેહાલા નિવાસસ્થાનની સુરક્ષા કરતા સમાન સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થતો હતો.
રાજ્ય સચિવાલયના પ્રતિનિધિઓ મંગળવારે ગાંગુલીની બેહાલા ઓફિસ પહોંચ્યા, જ્યાં તેઓએ કોલકાતા પોલીસ હેડક્વાર્ટર લાલબજાર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક કરી.ગાંગુલી હાલમાં તેની આઈપીએલ ક્રિકેટ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ સાથે પ્રવાસ કરી રહ્યો છે અને 21 મેના રોજ કોલકાતા પરત આવશે.