જાણીતા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતાનું નિધન – કેન્સરની બીમારીથી હતા પીડિત
- ક્રિકેટર સુરેશ નૈનાના પિતાનું નિધન
- કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હતા
- ગાઝિયાબાદ નિવાસ સ્થાને લીધા અંતિમ સંસ્કાર
દિલ્હીઃ- જ્યાં આજે દેશે મહાન ગાયિકાને અલવિદા કહ્યું છે ત્યારે બીજી તરફ પૂર્વ ભારતીય ક્રિકેટ ટિમના જાણીતા ખેલાડી સુરેશ નૈનાની પિતાએ પણ અંતિમ શ્વાસ લીઘા છે.
સુરેશ રૈનાનો પરિવાર મૂળ જમ્મુ અને કાશ્મીરના રૈનાવારી ગામનો છે, પરંતુ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યા બાદ સુરેશ રૈનાના દાદાએ ગામ છોડી દીધું હતું. રૈનાના પિતા ઓર્ડનન્સ ફેક્ટરીમાં કામ કરતા હતા. રૈના સિવાય તેમને એક મોટો પુત્ર દિનેશ અને બે પુત્રીઓ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈનાનું રવિવારે અવસાન થયું. તેમણે ગાઝિયાબાદ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. ત્રિલોક ચંદ કેન્સરથી પીડિત હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેમની તબિયત ખૂબ જ બગડી હતી તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. ઉલ્લેખનીય છે કે ત્રિલોક ચંદ રૈના ભારતીય સેનાનો હિસ્સો રહી ચુક્યો હતા
રૈના લાંબા સમયથી તેના પિતા સાથે ઘરે રહીને પિતાની સેવા કરી રહ્યો હતો. તેમણે સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. આ પોતાના પિતાના સમાચાર સાંભળીને તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.જો કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.