અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનીચૂંટણી ટાણે પક્ષપલટાંની મોસમ પણ ખીલી ઊઠી છે. દેહગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડને કોંગ્રેસે ટિકિટ ન આપતા હવે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે દહેગામ બેઠક પરથી ટિકિટ ના આપતાં તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યા બાદ આજે બપોરે ભાજપમાં જોડાયા હતા.
દહેગામ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ના મળતાં પક્ષ સામે બંડ પોકારનારા કામિનીબા રાઠોડે અંતે કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ધાર કરી લઈ અને તમામ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું . હવે તેઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કામિનીબા રાઠોડને કમલમ ખાતે ભાજપના નેતાઓએ આવકાર્યા હતા . અગાઉ તેમણે કોંગ્રેસમાં ટિકિટ વેચાતી હોવાનો પણ પ્રદેશની નેતાગીરી સામે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામના પૂર્ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને આ અંગે પ્રમુખ જગદીશ ઠાકોરને પણ લખ્યો હતો. આ પત્રની નકલ તેમણે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ મોકલી આપ્યો હતો. કામિનીબા રાઠોડને કોંગ્રેસે દહેગામ બેઠક પરથી ટિકિટ ના આપતાં તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું ત્યારબાદ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. કામિનીબા રાઠોડે છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી દેહગામની બેઠક પરથી ટિકિટ મેળવવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા. તેમ છતાં અંતે કોંગ્રેસે તેમને ટિકિટ ના આપતાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આજથી છએક મહિના દેહગામ તાલુકાના નવા સંગઠનની જાહેરાત કરી હતી. ત્યારે કામિનીબા રાઠોડને વિશ્વાસમાં લીધા વિના દહેગામ વિસ્તારનું સંગઠન જાહેર કરાયું હોવાના આક્ષેપ સાથે તેઓ નારાજ થયા હતા. આ સમયે કોંગ્રેસના સી જે ચાવડાએ તેમને મનામણા કરી તેમને પક્ષમાં રોક્યા હતા. ત્યારબાદ વિધાનસભાની ટિકિટ ન મળતા કોંગ્રેસે ટીકિટ વેચીને ઉમેદવાર ઉભા કર્યા હોવાનો કામીનીબાએ આક્ષેપ કર્યો છે. તેમણે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં કહ્યું હતું કે મારી પાસે ટીકિટ માટે એક કરોડની માંગણી કરાઈ હતી.. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, પક્ષ દ્વારા પહેલા મારી પાસે એક કરોડની માંગ કરાઈ અને બાદમાં 70 લાખ અને અંતમાં 50 લાખમાં ટીકિટ કન્ફર્મ કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે, મારી પાસે કોઈ ભાવિનભાઈ નામના વ્યક્તિએ વાત કરી હતી અને તેમની સાથે બીજો વ્યક્તિ રાજસ્થાનનો હતો.