દિલ્હી – દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન હાલ પૂરતા યથાવત રાખ્યા છે. હવે તે 4 ડિસેમ્બર સુધી જામીન પર જેલની બહાર રહેશે.
આ સહિત સુપ્રીમ કોર્ટ આ મની લોન્ડરિંગ કેસમાં આગામી સુનાવણી 4 ડિસેમ્બરે યોજાશે . વચગાળાના જામીન જાળવી રાખવાના આદેશ સાથે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે આ પહેલા 6 નવેમ્બરે મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન પર જેલની બહાર રહેલા સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કોર્ટે 24 નવેમ્બર સુધી વચગાળાના જામીન ચાલુ રાખવાનો આદેશ કર્યો હતો. જામીનની આગામી સુનાવણી 24 નવેમ્બરે થવાની હતી. સત્યેન્દ્ર જૈન વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
વઘુમાં તેમણે કહ્યું હતું કે જૈનને 2017માં CBI કેસમાં જામીન મળ્યા હતા. સીબીઆઈ કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી નથી.ઈડીએ 30 ઓગસ્ટ 2017ના રોજ ઈસીઆઈઆર નોંધી હતી. EDએ પાંચ વર્ષ સુધી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી ન હતી. ઉલ્લેખનીય છે સત્યેન્દ્ર જૈનની 30 મે 2022ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.