દિલ્હી:ફ્રાન્સના ભૂતપૂર્વ વડાપ્રધાન એડવર્ડ ફિલિપ આજથી 17 માર્ચ સુધી ભારતની મુલાકાતે આવશે.હાલમાં તેઓ ફ્રાન્સના સૌથી મોટા વ્યાપારી બંદર શહેર લે હાવરેના મેયર છે.
ભારતમાં ફ્રેન્ચ એમ્બેસીએ આ જાણકારી આપી છે.તેમની મુલાકાત દરમિયાન ફિલિપ દિલ્હી અને મુંબઈની મુલાકાત લેશે અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરશે.ફિલિપની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ ઉપરાંત, ફ્રાન્સ અને ભારત તેમના વ્યૂહાત્મક ભાગીદારી સંબંધોની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ બંદરો, શિપિંગ અને જળમાર્ગોના મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે બ્લુ ઈકોનોમી અને ઓશન સિસ્ટમ્સના સંચાલન પર ભારત-ફ્રાન્સ રોડમેપના અમલીકરણ અંગે ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે, એડવર્ડ ફિલિપ મે 2017 થી જુલાઈ 2020 સુધી ફ્રાન્સના વડા પ્રધાન હતા.તેમના કાર્યકાળ દરમિયાન જ ભારત-ફ્રેન્ચ મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી અને ફ્રેન્ચ ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના બંનેની શરૂઆત કરવામાં આવી હતી.હાલમાં અન્ય દેશમાંથી ભારતમાં આવતા મંત્રીઓની વધુ પ્રમાણમાં અવરજવર વધી રહી છે.