Site icon Revoi.in

દેશના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું લાંબી બીમારી બાદ 89 વર્ષની વયે નિધન

Social Share

દિલ્હીઃ- દેશના  પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીનું નિધન થયું છે. વિતેલા દિવસ શનિવારે તેમની તબિયત લથડી હતી.જ્યારે આજરોજ રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંબંધીઓ આજે તેને લખનૌ પીજીઆઈ લઈ જવાના હતા. બે દિવસ પહેલા પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીને પ્રયાગરાજની એક્યુરા ક્રિટિકલ કેર હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા.

તેમને  નળીની મદદથી ઓક્સિજન અને પીણાં આપવામાં આવી રહ્યા હતા. શનિવારે તકલીફ વધ્યા બાદ ડોક્ટરોએ તેને લખનઉ લઈ જવાની સલાહ આપી હતી. પરિવારજનોએ જણાવ્યું કે આજે તેને લખનૌ પીજીઆઈ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું

તેમના નિધનને લઈને પીએમ મોદીએ પણ તેમના નિધન પર ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

કેશરીનાથને 30 ડિસેમ્બર, 2022ના રોજ તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે 4 જાન્યુઆરીએ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી,જો કે વિતેલી રાતે તબિયત બગાડતા વહેલી સવારે નિધન થયું તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:00 વાગ્યે પ્રયાગરાજના રસુલાબાદ ઘાટ પર કરવામાં આવશે.