Site icon Revoi.in

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહજી સોલંકીનું ગાંધીનગર ખાતે નિધન: 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Social Share

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રી માધવસિંહજી સોલંકીનું આજે વહેલી સવારે ગાંધીનગર ખાતે નિધન થયું છે. 94 વર્ષની વયે તેમનું દુખદ નિધન થયું છે.

માધવસિંહજી સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. માધવસિંહજી ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા. આ સાથે તેઓ કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને ચાર વખત ગુજરાતનું મુખ્યમંત્રીપદ સંભાળેલું છે. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા.

માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે 1973-1975-1982-1985માં ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો એમનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી.

તેમના નિધનથી કોંગી નેતાઓને ભારે ખોટ પડી છે.માધવસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસને ગુજરાતમાં સૌથી વધુ બેઠક મળી હતી.તેમના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસનો સુવર્ણ કાળ હતો.

-દેવાંશી